ગાંધીનગર / રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામા 5 ટકાનો વધારો

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થુ 12 ટકાથી વધારી 17 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને અને પેન્શનર્સને 12 ટકાની જગ્યાએ 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જો કે આ નિર્ણયને પગલે રાજ્ય સરકારને દર વર્ષે એક હજાર 821 કરોડનો બોજ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ