બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:52 AM, 9 June 2023
ADVERTISEMENT
શરીરને સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખવા માટે પોષક તત્વો અને વિટામિન્સની જરૂર હોય છે. ફળો અને શાકભાજીના સેવનથી સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો અને વિટામિન મળી રહે છે. કીવી પણ એક એવું જ ફળ છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેને સુપર ફૂડ્સની કેટેગરીમાં રાખવામાં આવે છે.
તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. કીવીનો ઉપયોગ બ્લડ પ્રેશર અને આંખોના રોગો માટે ફાયદાકારક છે. આ વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આવો જાણીએ કેવીથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે.
ADVERTISEMENT
સ્કિન માટે ફાયદાકારક
એક રિપોર્ટ અનુસાર કીવીનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે કીવી ત્વચા પર થતા દાગ, રેશીઝ અને સોજાને ઓછા કરી ત્વચાને સાફ કરે છે. તેના સેવનથી ત્વચામાં નિખાર આવે છે. આ ત્વચાને હેલ્ધી રાખે છે.
ADVERTISEMENT
ઈમ્યૂનિટી કરે બૂસ્ટ
કીવીમાં જરૂરી માત્રામાં વિટામિન સી રહેલું છે. આ ફળ વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. સાથે જ કીવી શરીરમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવાનું કામ કરી ત્વચાને સ્વસ્થ્ય અને જવાન બનાવે છે.
ADVERTISEMENT
કબજીયાતને કરે છે દૂર
કીવી કબજીયાતને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. તેના સેવનથી જુનામાં જુની કબજીયાત પણ ઠીક થઈ જાય છે. આ ગેસ, બ્લોટિંગ, એસિડિટી, અપચા જેવી સમસ્યાને પણ દૂર કરે છે. જો તમે પણ સતત કબજીયાતની બિમારીથી પરેશાન છો તો કીવીનું ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેટ સાફ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.
ADVERTISEMENT
કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ
કીવી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. આ બોડીમાં એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ હેલ્ધી રહે છે. સાથે જ હાર્ટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો પણ ઓછો રહે છે.
ADVERTISEMENT
બ્લડ ક્લોટિંગને રોકે છે
કીવીના સેવનથી શરીરમાં લોહીની ગાંઠો જામવાની સમસ્યા પણ નથી થતી. તેમાં એન્ટીથ્રોમ્બોટિક એટલે કે લોહીની ગાંઠો ન જામના દેવાના ગુણ રહેલા છે. તેના કારણે સ્ટ્રોક, કિડની અને હાર્ટ એટેક સંબંધી મુશ્કેલીનો ખતરો પણ ઓછો રહે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.