મુંબઇઃ બિલ્ડિંગના 14માં માળે લાગી આગ, 4 વૃદ્ધો સહિત 5 લોકોના મોત

By : hiren joshi 11:45 PM, 27 December 2018 | Updated : 11:45 PM, 27 December 2018
મુંબઇઃ ચેંબૂરમાં તિલકનગર સ્થિત સરગમ સોસાયટીના 14મા માળ પર આગ લાગી. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે પરંતુ આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આ દુર્ઘટનામાં 4 વૃદ્ધો સહિત 5 લોકોના મોત થયા છે. જેમાં 2 પુરૂષ અને 3 મહિલા છે.

મૃતકોના નામ સુનીતા જોશી(72 વર્ષ), બાલચંદ્ર જોશી(72 વર્ષ), સુમન શ્રીનિવાસ જોશી(83 વર્ષ), સરલા સુરેશ ગાંગર(52 વર્ષ) અને લક્ષ્મી બેન પ્રેમજી ગાંગર(83 વર્ષ)ના મોત થયા છે. 86 વર્ષની શ્રીનિવાસ જોશી અને ફાયરમેન છગનસિંહ(28 વર્ષ)ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે બન્નેની હાલત હાલ સ્થિર જણાવાઇ રહી છે.
  જણાવી દઇએ કે, મુંબઇમાં આગ લાગવાની કેટલીક ઘટનાઓ થઇ છે. 23 ડિસેમ્બરે કાંદિવલીમાં એક ગોડાઉનમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા હતા. જેમાં પહેલા અંધેરી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી 9 લોકોના મોત થયા હતા.Recent Story

Popular Story