બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / દુનિયાના 5 સૌથી ઘાતક વિકેટકીપર, ચૂક થતાં જ બેટરના થાય છે ડાંડિયા ડૂલ, એક ભારતનો ખેલાડી
6 ફોટો ગેલેરી
Last Updated: 08:27 PM, 7 November 2024
1/6
ક્રિકેટ ઇતિહાસમાં પાંચ એવા વિકેટ કીપર થઈ ગયા છે જેમની સ્ટમ્પિંગ અને કેચિંગના દીવાના લોકો આજે પણ છે. જ્યારે આ વિકેટ કીપર સ્ટમ્પ પાછળ ઊભા હોય ત્યારે બેટ્સમેન ક્રીઝની બહાર નીકળતા પણ ડરતા હતા. તેમને પોતાના ટેલેન્ટથી અનેક બેટ્સમેનોના શિકાર કર્યા છે. આજે તમને એ વિકેટ કીપર વિશે જણાવીશું જેમને સૌથી વધુ બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા છે.
2/6
દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કર્યા છે. માર્ક બાઉચરે 1997માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. માર્ક બાઉચરે 1997 થી 2012 દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 467 મેચ રમી અને 998ના શિકાર કર્યા. જેમાં તેને 952 કેચ ઝડપ્યા અને 46 સ્ટમ્પિંગ કર્યા છે.
3/6
ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ બીજા નંબરે સૌથી વધુ શિકાર કર્યા છે. એડમ ગિલક્રસ્ટે 1996માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. એડમ ગિલક્રસ્ટે 1996થી 2008 દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 396 મેચ રમી અને 905ના શિકાર કર્યા. જેમાં તેને 813 કેચ ઝડપ્યા અને 92 સ્ટમ્પિંગ કર્યા છે.
4/6
ઇન્ડિયાના મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ વિકેટ લેનારમાં ત્રીજા નંબરે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 2004માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 2004થી 2019 દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 538 મેચ રમી અને 829ના શિકાર કર્યા. જેમાં તેને 634 કેચ ઝડપ્યા અને 195 સ્ટમ્પિંગ કર્યા છે.
5/6
શ્રીલંકાના કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ વિકેટ લેનારમાં ચોથા નંબરે છે. કુમાર સંગાકારાએ 2000માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. કુમાર સંગાકારાએ 2000થી 2015 દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 594 મેચ રમી અને 678ના શિકાર કર્યા. જેમાં તેને 539 કેચ ઝડપ્યા અને 139 સ્ટમ્પિંગ કર્યા છે.
6/6
ઓસ્ટ્રેલિયાના ઇયાન હિલી મહાન વિકેટકીપર્સની યાદીમાં પાંચમા સ્થાને છે. ઇયાન હિલીએ વર્ષ 1988માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ઇયાન હિલીએ 1988થી 1999 દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 287 મેચ રમી અને 628 શિકાર કર્યા. જેમાં તેને 560 કેચ ઝડપ્યા અને 68 સ્ટમ્પિંગ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ