બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 5 dead after two planes collide in flight in Alaska

અલાસ્કા / હવામાં બે સી-પ્લેન ટકરાયાંઃ પાઇલટ સહિત પાંચનાં મોત

vtvAdmin

Last Updated: 12:04 PM, 14 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો હવામાં ટકરાવાથી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૦ ઘાયલ થયા છે. અન્ય ત્રણ વ્યક્તિ લાપતા છે. પાઇલટ સહિત અન્ય ચાર લોકો મૃત્યુ પામ્યા છે. બંને વિમાન સી-પ્લેન (પાણીમાં ઊતરવા સક્ષમ હતાં) બંનેમાં રોયલ પ્રિન્સેસ ક્રૂઝના યાત્રીઓ સવાર હતા.

તેઓ અહીં પર્યટન માટે આવ્યા હતા. તેમને હવાઇ મુુસાફરી કરાવવામાં આવી રહી હતી. ગંભીર રીતે ઘાયલ ૧૦ અન્ય લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ ઘટના બાદ નેશનલ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેટર આ ઘટનાની તપાસ માટે અલાસ્કા પહોંચી રહી છે.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડના પ્રવકતા પીટરે જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીથી ઇન્વેસ્ટિગેશન ટીમ કોચીકાન પહોંચી જશે. કોસ્ટગાર્ડનું કહેવું છે કે સોમવારે ફલોટ પ્લેન ટકરાયા બાદ લાપતા થયેેલા ત્રણ લોકોની શોધખોળ માટે આખી રાત અભિયાન ચલાવવાની યોજના છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)ના જણાવ્યા મુજબ કુનકેવ વિસ્તાર પાસે ધ હેવી લેન્ડ ડીએચસી-ર બીવર ઓફ ધ હેવીલેન્ડ વોટર ડીસી-૩ વિમાન ટકરાયાં. આ ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. બીવરમાં પાંચ અને વોટરમાં ૧૧ લોકો સવાર હતા. બીવરમાં સવાર તમામ યાત્રીઓ મૃત્યુ પામ્યા છે. ચાર લોકોની હાલત ગંભીર છે.

એફએએના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે બંને એરક્રાફટ ટ્રાફિક કંટ્રોલના સંપર્કમાં ન હતાં. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એ વાતની તપાસ કરી રહ્યું છે. પ્રિન્સેસ ક્રૂઝ તરફથી જણાવાયું કે ૧૦ યાત્રીઓને રેસ્કયૂ કરીને હોસ્પિટલ પહોંચાડાયા છે. ત્રણ યાત્રી ગાયબ છે. 

દુર્ઘટના સમયે ગાઢ વાદળ છવાયેલાં હતાં અને ૧૪ કિ.મી. પ્રતિકલાકની ગતિથી હવા ચાલી રહી હતી. ક્રૂઝના અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ ઘટનાને લઇ અમે શોકમાં છીએ અને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે અમને સંવેદના છે. ઘાયલોને કંપની તરફથી તમામ મદદ કરાશે. રોયલ પ્રિન્સેસ શનિવારે વેન્કુવરથી આવ્યું હતું અને તેને ૧૬ મેના રોજ એન્કોરેજ પહોંચવાનું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Alaska Death World News accident plane Alaska
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ