બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ગિલ, બુમરાહ, પંત..., ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપના 5 મોટા દાવેદાર, જેમનો ઇંગ્લેન્ડની ધરા પર છે દમદાર રેકોર્ડ
Last Updated: 03:12 PM, 18 May 2025
રોહિત શર્માની નિવૃત્તિ, પછી વિરાટ કોહલીની નિવૃત્તિ... હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ હશે? ભારતીય ક્રિકેટ જગત હાલમાં આ સૌથી મોટા પ્રશ્ન સાથે ઝઝુમી રહ્યું છે. રોહિતે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી, હવે સિહાસન માટે ઘણા દાવેદાર છે. અથવા, હાલમાં, ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ કેપ્ટનશીપ માટે લગભગ પાંચ દાવેદાર છે. શુભમન ગિલ અને ઋષભ પંત IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) માં કેપ્ટનશીપ કરી રહ્યા છે. કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહ ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. કેએલ રાહુલે આઈપીએલમાં પણ કેપ્ટનશીપ કરી છે. રવિન્દ્ર જાડેજા હાલમાં ઉંમરની દ્રષ્ટિએ ટીમ ઇન્ડિયામાં સૌથી સિનિયર ખેલાડી છે. આ જ બાબતો આ પાંચ ખેલાડીઓને તેમના કેપ્ટન બનવાના દાવેદાર બનાવે છે. રવિચંદ્રન અશ્વિન પણ ૩૬ વર્ષીય જાડેજાના સમર્થનમાં બહાર આવ્યા અને એમ પણ કહ્યું કે તેમણે ઓછામાં ઓછા બે વર્ષ માટે કેપ્ટનશીપના વિકલ્પ પર વિચાર કરવી જોઈએ.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાની જાહેરાત 23 મે
ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર કુલ 5 ટેસ્ટ મેચ રમવાની છે. આ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 23 મેના રોજ થવાની શક્યતા છે. તે જ દિવસે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેને ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર, પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને ટીમ ઈન્ડિયાના ભાવિ ટેસ્ટ કેપ્ટન સંબોધી શકે છે.
ADVERTISEMENT
ખેલાડીઓની શક્તિ અને નબળાઈઓ
જસપ્રીત બુમરાહ: ૩૧ વર્ષીય જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરી ચૂક્યા છે, જ્યારે તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પર્થ અને સિડની ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી છે. આ તેના પક્ષમાં જાય છે, પરંતુ તેની અચાનક થયેલી ઈજા પ્રશ્નો ઉભા કરે છે. એ પણ એક પ્રશ્ન છે કે શું જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડમાં બધી ટેસ્ટ મેચ રમશે કારણ કે તે તાજેતરમાં ઈજામાંથી પાછો ફર્યો છે.
ADVERTISEMENT
શુભમન ગિલ: ૨૫ વર્ષીય શુભમન ગિલIPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, તેણે ૨૦૧૮માં ભારતીય અંડર-૧૯ ટીમનો ઉપ-કપ્તાનપદ સંભાળ્યું છે. જે તેમના પક્ષમાં જાય છે. અહેવાલો અનુસાર, ગિલ કેપ્ટન બનવાની રેસમાં આગળ છે, કારણ કે તે તાજેતરમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પણ મળ્યો હતી.
કેએલ રાહુલ: કેએલ રાહુલે આઈપીએલ અને ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે ૧૨ વનડે અને ૩ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. જે હાલમાં તેને કેપ્ટનશિપના અનુભવની દ્રષ્ટિએ ભારતીય ટીમમાં સૌથી આગળ રાખે છે. ૩૩ વર્ષીય રાહુલમાં એક નબળાઈ દેખાય છે તે છે તેનું ઉતાર-ચઢાવવાળું પ્રદર્શન અને તેની ઉંમર... આવી સ્થિતિમાં તેના માટે કેપ્ટનશીપ સોંપવી મુશ્કેલ બનશે.
ADVERTISEMENT
ઋષભ પંત: ૨૭ વર્ષીય ઋષભ પંત આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે, આ પહેલા તે દિલ્હી કેપિટલ્સનું પણ નેતૃત્વ કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, ટેસ્ટ ક્રિકેટ માટે તેની સીવી મજબૂત લાગે છે, પરંતુ આઈપીએલમાં તેના તાજેતરના પ્રદર્શન (૧૧ મેચમાં ૧૨૮ રન) અને તેની ડરપોક કેપ્ટનશીપને ધ્યાનમાં લેતા, તે રેસમાં પાછળ રહેતો જણાય છે.
રવિન્દ્ર જાડેજા: તાજેતરમાં, તેમના નજીકના મિત્ર રવિચંદ્રન અશ્વિને ૩૬ વર્ષીય જાડેજા અંગે નિવેદન આપ્યું હતું કે તેમને કેપ્ટનશીપ સોંપવી જોઈએ અને તેમને ૨ વર્ષ માટે કેપ્ટનશીપના વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવા જોઈએ. અશ્વિને એમ પણ કહ્યું કે શુભમન ગિલને જાડેજાના નેતૃત્વમાં ઉપ-કેપ્ટન તરીકે તાલીમ આપી શકાય છે. બાય ધ વે, અશ્વિને બુમરાહનું નામ પણ લીધું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: રોહિત કે બ્રેથવેટ નહીં, તો..! આ બેટ્સમેન છે સૌથી લાંબો છગ્ગો ફટકારનાર ખેલાડી
ઈંગ્લેન્ડની ધરતી પર આ બધા ખેલાડીઓનો રેકોર્ડ
ADVERTISEMENT
૧: ઋષભ પંત: ઇંગ્લેન્ડમાં (૨૦૧૮-૨૦૨૨) - ૯ ટેસ્ટની ૧૭ ઇનિંગ્સમાં ૩૨૭૦ની સરેરાશથી પપ૬ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. ૧૪૬ તેની સર્વોચ્ચ સ્કોર છે.
૨: શુભમન ગિલ: ઇંગ્લેન્ડમાં (૨૦૨૧-૨૦૨૩) - ૩ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૧૪.૬૬ની સરેરાશથી ૮૮ રન બનાવ્યા. તેમનો સર્વોચ્ચ સ્કોર ર૮ હતો.
3: રવિન્દ્ર જાડેજા: ઈંગ્લેન્ડમાં (૨૦૧૪-૨૦૨૩) – ૧૨ ટેસ્ટની ૨૩ ઇનિંગ્સમાં ૨૯.૧૮ ની સરેરાશથી ૬૪૨ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, એક સદી ઉપરાંત, તેણે 3 અડધી સદી ફટકારી. ૧૦૪ તેની સર્વોચ્ચ સ્કોર છે. આ સ્પિન ઓલરાઉન્ડરે ૨૭વિકેટ લીધી છે.
૪: કેએલ રાહુલ: ઇંગ્લેન્ડમાં (૨૦૧૮-૨૦૨૧): ૯ ટેસ્ટની ૧૮ ઇનિંગ્સમાં ૩૪.૧૧ની સરેરાશથી ૬૧૪ રન બનાવ્યા. અહીં તેના નામે 2 સદી અને એક અડધી સદી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર ૧૪૯ હતો.
૫: જસપ્રીત બુમરાહ: ઈંગ્લેન્ડમાં (૨૦૧૮-૨૦૨૧): ૯ ટેસ્ટ મેચમાં ૧૧.૯૦ ની સરેરાશથી ૧૩૧રન બનાવ્યા. તેણે 37 વિકેટ પણ લીધી. બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન 5/64 હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.