46 old year ward boy dies in moradabad uttar pradesh family alleges death due to corona vaccine
નિવેદન /
મુરાદાબાદમાં રસીકરણ બાદ વોર્ડ બોયનાં મોત પર CMOએ કહ્યું, હાર્ટ અટેકથી થયુ મોત
Team VTV10:31 AM, 18 Jan 21
| Updated: 10:33 AM, 18 Jan 21
મુરાદાબાદમાં કોરોના વેક્સીન લગાવ્યા બાદ વોર્ડ બોયનું મોત થતાં હોસ્પિટલના સીએમઓએ કહ્યું છે કે મોતનું કારણ હાર્ટ એટેક છે. મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં તૈનાત 48 વર્ષના વોર્ડ બોય મહિપાલની કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થઈ હતી. એ બાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોંતો.’
જે પણ થયું છે તે રસીના કારણે થયું છે- મતકનો પુત્ર
વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ- સીએમઓ
રસી લગાવતા પહેલા મહિપાલની મેડિકલ તપાસ કરાઈ નહોંતી- પરિવાર
વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ- સીએમઓ
મુરાદાબાદમાં કોરોની રસી લગાવ્યા બાદ હોસ્પિટલમાં વોર્ડ બોયનું મોત થયું હતુ. પરિવારે આરોપ લગાવ્યો હતો કે રસી લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી. જે બાદ તેનું મોત થયુ હતુ. પરંતુ સમાચાર મળ્યા છે કે મહિપાલ નામના વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ હતુ. 3 ડોક્ટરોની પેનલે મહિપાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ. 16 જાન્યુઆરીએ તેને કોવિશીલ્ડ રસી આપવામાં આવી હતી અને બીજા દિવસે 17 જાન્યુઆરીએ તેનું અચાનક મોત થયું હતુ.
રસી લગાવતા પહેલા મહિપાલની મેડિકલ તપાસ કરાઈ નહોંતી- પરિવાર
પરિવારનો આરોપ છે કે રસી લગાવતા પહેલા મહિપાલની મેડિકલ તપાસ કરાઈ નહોંતી. મહિપાલના મોત બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચેલા મુરાદાબાદના સીએમઓ એસસી ગર્ગે કહ્યું કે મહિપાલને છાતીમાં દુખાવા અને શ્વાસમાં સમસ્યા આવી રહી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
જે પણ થયું છે તે રસીના કારણે થયું છે- મતકનો પુત્ર
મીડિયા સાથે વાત કરતા મહિપાલના દીકરાએ કહ્યું તે જે પણ થયું છે તે રસીના કારણે થયું છે. એટલા માટે જે લોકો રસી લગાવી રહ્યા છે તેમને હું જવાબદાર ગણું છુ. ત્યારે મહિપાલના વધુ એક સંબંધીનું કહેવું છે કે તેનું મોત રસી લગાવવાથી જ થયું છે. પહેલા તબિયત એટલી ખરાબ નહોંતી. રસી લગાવતા પહેલા તેની મેડિકલ તપાસ કરવામાં આવી નહોંતી.
મુરાદાબાદ જનપદમાં 6 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રસીકરણની શરુઆતના દિવસે 100-100 સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવવામાં આવી હતી. રસી લેવા આવેલા કેટલાક લોકોને પહેલા કોરોના થઈ ચૂક્યો હતો.