બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 45 people died due to Tauktae Cyclone in gujarat
Parth
Last Updated: 01:48 PM, 19 May 2021
ADVERTISEMENT
45 લોકોના કરૂણ મોત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં 45 લોકોના વાવાઝોડા દરમ્યાન નિધન :
અમરેલી(15 મોત) : મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
ચક્રવાતમાં ધમરોળાયું ગુજરાત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની ઝડપ તો ઘટી ગઈ હતી પરંતુ અમદાવાદમાં પણ વાવાઝોડું આફત બનીને આવ્યું. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.