વોડાફોન આઈડિયા દેશમાં ઘણાં પ્રકારના પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરતું રહે છે. તમને જણાવી દઈએ કે, વોડાફોનના 449 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં જબરદસ્ત સુવિધાઓ મળે છે. ચાલો જાણીએ.
વોડાફોનના ગ્રાહકો માટે જોરદાર પ્લાન
આ પ્લાનમાં ઓછી કિંમતમાં વધુ ફાયદા મળે છે
રોજ મળશે 4 જીબી ડેટાનો ફાયદો
વોડાફોનનો 449 રૂપિયાનો પ્લાન
449 રૂપિયાના વોડાફોનના આ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય પ્લાનમાં રોજ 4 જીબી ડેટા ગ્રાહકોને મળે છે. આ રીતે ગ્રાહકોને કુલ 224 જીબી ડેટા મળી રહે છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ અને રોજના 100 એસએમએસ પણ મળે છે. સાથે જ વોડાફોનના આ પ્લાનમાં ઝી5 એપનું અને વોડાફોન પ્લેનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
આ સાથે જ આ પ્લાનમાં બિંજ ઓન નાઈટ અને વીકેન્ડ ડેટા રોલઓવર સુવિધા પણ મળે છે. બિંજ ઓલ નાઈટ સુવિધા હેઠળ તમે રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકો છો, જે તમારા ડેટા પેકથી અલગ છે. જ્યારે વીકેન્ડ ડેટા રોલઓવર હેઠળ સોમવારથી શુક્રવાર સુધી તમારો જે ડેટા ઉપયોગ નથી થયો તે વીકેન્ડમાં યુઝ કરી શકો છો.
હવે 499 મેમ્બરશિપ ફ્રી
કંપનીએ હવે આ પ્લાનમાં એક નવું ફીચર ઉમેર્યું છે. આ પ્લાનમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શનની કિંમત 499 રૂપિયા છે. 449 ઉપરાંત, કંપની 699 અને 299 રૂપિયાના પ્લાનમાં એક વર્ષ માટે ZEE5 પ્રીમિયમ એક્સેસ પણ આપી રહી છે. આ રીતે 449 રૂપિયાનો પ્લાન હવે વધુ ફાયદાકારક સાબિત થશે.