બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં
Last Updated: 08:16 AM, 3 December 2024
જીએસટી પર મંત્રિસમૂહ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દરખાસ્ત કરશે. તેની ચોખ્ખી આવકની અસર હકારાત્મક રહેશે. 21 ડિસેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમૂહના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલ મંત્રી સમૂહ (GoM) એ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના કરનો દર હાલના 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલે લેવાનો રહેશે.
ADVERTISEMENT
રેડીમેડ ગારમેન્ટ પર પણ રેટ બદલાશે
એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્યમંત્રીની આગેવાની હેઠળના જીઓએમએ વસ્ત્રો પર પણ ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. GOMના નિર્ણય મુજબ હવે 1,500 રૂપિયા સુધીના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GST, 1,500 થી 10,000 રૂપિયાની કિંમતના તૈયાર વસ્ત્રો પર 18 ટકા GST અને 10,000 રૂપિયાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા GST લાગશે.
148 વસ્તુઓ પર ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે
અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રી જૂથ કુલ 148 વસ્તુઓ પર ટેક્સના દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે. તેની ચોખ્ખી આવકની અસર હકારાત્મક રહેશે. 21 ડિસેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમૂહના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે. ટેક્સમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવાનો રહેશે.
તમાકુ જેવા ઉત્પાદનો માટે નવો સ્લેબ બનાવવામાં આવશે
અધિકારીએ કહ્યું કે તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર 35 ટકા ટેક્સ માટે વધારાનો સ્લેબ બનાવવામાં આવશે. 5, 12, 18 અને 28 ટકાના ટેક્સ સ્લેબ પહેલાની જેમ જ ચાલુ રહેશે. GST કાઉન્સિલમાં રજૂ કરવા માટે પ્રધાનોના સમૂહે સોમવારે તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. જીઓએમએ ઓક્ટોબરમાં ઘણી વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દરખાસ્ત કરી હતી. આમાં મુખ્ય બાબત એ છે કે 20 લીટર કે તેથી વધુ ક્ષમતાની પીવાના પાણીની બોટલો પર ટેક્સ રેટ 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો છે.
જીએસટી વળતર સેસ પર મંત્રીઓનું જૂથ વધુ સમય માંગશે અધિકારીએ જણાવ્યું હતું કે GST વળતર સેસ પર રચાયેલા મંત્રીઓના જૂથે સોમવારે તેનો અહેવાલ સબમિટ કરવા માટે વધુ છ મહિનાનો સમય માંગવાનો નિર્ણય કર્યો હતો. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વ હેઠળના મંત્રીઓના આ સમૂહમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બંગાળના સભ્યો પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT