બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ગરમ કોફીથી પ્રાઈવેટ પાર્ટ દાઝતાં યુવાનને મળ્યું 435 કરોડનું વળતર, જાણો ચોંકાવનારો કિસ્સો

નવું નવાઈનું / ગરમ કોફીથી પ્રાઈવેટ પાર્ટ દાઝતાં યુવાનને મળ્યું 435 કરોડનું વળતર, જાણો ચોંકાવનારો કિસ્સો

Last Updated: 06:00 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પુરુષને તેના પ્રાઈવેટ પાર્ટે 435 કરોડ કમાવી આપ્યાં હતા.

એક પુરુષને પ્રાઈવેટ પાર્ટ પર થયેલી ઈજાને કારણે 435 કરોડની માતબર રકમનું વળતર મળ્યું હતું. વિશ્વ વિખ્યાત કંપની સ્ટારબક્સની કોપીના પેકેટથી પ્રાઈવેટ પાર્ટ પર ઈજા થયા બાદ શખ્સે કંપની સામે કોર્ટમાં દાવો માંડ્યો હતો અને કોર્ટે પીડિત વ્યક્તિને તરફેણમાં ચુકાદો આપતા કંપનીને આટલી મોટી રકમનું વળતર ચુકવી દેવાનો ઓર્ડર કર્યો હતો.

શું હતો શખ્સ

2020ની સાલમાં માઈકલ ગાર્સિયા નામના ડિલિવરી ડ્રાઈવરે સ્ટારબક્સ આઉટલેટમાંથી કોફી ખરીદી હતી પરંતુ કોફીનું પેકેટ ખુલ્લું રહી ગયું હતું જે ઢોળાતાં તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચી હતી. તેણે 3 સુપર સાઈઝ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો. રિપોર્ટ અનુસાર, તે ત્રણ પીણાંમાંથી એક યોગ્ય રીતે પેક કરવામાં આવ્યું ન હતું. જ્યારે માઈકલે ટ્રે હાથમાં લીધી, ત્યારે ગરમ પીણું તેના ખોળામાં ઢોળાઈ ગયું. જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટ, કમર અને જાંઘના અંદરના ભાગમાં થર્ડ ડિગ્રી બર્ન થઈ ગઈ હતી. આ પછી, તેમણે કોર્ટનો સંપર્ક કર્યો અને કેલિફોર્નિયાની એક કોર્ટે પીડિતાના પક્ષમાં ચુકાદો આપ્યો અને કંપની પર 50 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો. ભારતીય રૂપિયામાં આ રકમ 435 કરોડમાં થાય છે.

261 કરોડમાં પતી જાત પણ કંપનીએ માફી ન માગતા મામલો કોર્ટમાં

સ્ટારબક્સે ટ્રાયલ પહેલા સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. કંપનીએ 30 મિલિયન ડોલર (લગભગ 261 કરોડ રૂપિયા) ચૂકવવાની ઓફર કરી હતી. જોકે, માઈકલ પણ આ ઓફર સ્વીકારવા તૈયાર હતો. પરંતુ ગાર્સિયા ઇચ્છતા હતા કે કંપની તેની નીતિઓ બદલે અને તેની ભૂલ માટે જાહેરમાં માફી માંગે. પરંતુ સ્ટારબક્સે તે શરતો સાથે સંમત થવાનો ઇનકાર કર્યો હતો જે પછી તે કોર્ટમાં ગયો અને હવે કંપનીને મોટી રકમ ચુકવાનો આદેશ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Starbucks drink news Starbucks drink
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ