બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4300 Trips Canceled In Gujarat ST Section Movement Considering Threatened Cyclone

અગમચેતી / સંકટરૂપી વાવાઝોડાને ધ્યાને લેતા ગુજરાત ST વિભાગ હરકતમાં, 4300 ટ્રીપ કરાઇ રદ

Malay

Last Updated: 04:27 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Effect: બિપોરજોય વાવાઝોડાને લઈને ST વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ST વિભાગે 4,300 જેટલી ટ્રીપ રદ્દ કરી દીધી છે. સૌરાષ્ટ્ર તરફની લાંબા રૂટની ટ્રીપ ટુંકાવાઈ છે.

 

  • બિપોરજોય વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર 
  • વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ 
  • ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ કરી રદ્દ

સમગ્ર ગુજરાતના લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી નાખનારું અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું આજે રાત્રે ગમે ત્યારે કચ્છના જખૌ બંદર ખાતે ત્રાટકશે તે નિશ્ચિત બની છે. આ વાવાઝોડું કચ્છની ધરતી પર ભારે વિનાશ સર્જવા માટે ધીમી ગતિએ પણ સતત આગળ વધી રહ્યું છે. અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છની ધરાને ઘમરોળવા માટે આગળ વધી રહ્યું હોઈ તે જખૌ બંદરના કાંઠે રાત્રીના સમયે ત્રાટકશે. આ દરમિયાન 140 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

એસટી વિભાગ એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે. વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. એસટી વિભાગ દ્વારા પણ દરિયાઈ સીમા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાણીપ ઓફિસ પર સીસીટીવી કંટ્રોલરૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.  ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું છે. જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રાખવામાં આવી રહી છે. ઇફેક્ટેડ કોસ્ટલ વિસ્તારમાં જતી બસનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગુજરાતમાં ST બસના ડ્રાઇવરની 2100  અને કંડક્ટરની 1300 અને મિકેનિકની જગ્યા ભરાશે, આગામી દિવસોમાં નોટિફિકેશન  બહાર પડાશે ...
ફાઈલ ફોટો

ST બસનું સંચાલન બંધ કરાયું
આ ઉપરાંત કચ્છ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, દ્વારકા, ખંભાળિયામાં ST બસનું સંચાલન બંધ કરાયું છે. વાવાઝોડા અને વરસાદને કારણે એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. મહેસાણા-દ્વારકાની લોન્ગ ટ્રીપ જામનગર ટૂંકાવાઈ છે. સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. તમામ ડેપો અને સ્ટેશન પર સીસીટીવી પરથી નજર રખાઈ રહી છે. ડીઝલનો જથ્થો રાખવા અને હોર્ડિંગ્સ ઉતારવા સૂચન પણ કરાયા છે.

વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક
વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સતર્ક ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક છે. આ દરમિયાન હવે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ST બસ સેવા પણ બંધ કરાઈ છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. કચ્છમાં NDRFની 6 ટીમ તૈનાત કરાઈ તો ઉર્જા વિભાગની 597 ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લંગારવામાં આવ્યા છે. આ સાથે 450 હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સજ્જ રખાયો છે તો 167 JCB, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ સજ્જ છે.

કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર 
મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનિટરિંગ બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Cyclone Gujarat ST bus biporjoy cyclone news ગુજરાત સાયક્લોન બિપોરજોય વાવાઝોડું Biporjoy Cyclone Effect
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ