કોરોના સંકટ બાદ હવે રશિયા યુક્રેન વચ્ચે ભારતે 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક પહેલી વખત હાંસલ કર્યું છે.
ભારતે 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું
આત્મનિર્ભર ભારતની સફરમાં મોટી સફળતા
કોરોના સંકટ બાદ હવે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની માઠી અસર લગભગ બધા જ દેશો વત્તા ઓછા અંશે ભોગવી જ રહ્યા છે. ત્યારે ભારતે 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે.
PM મોદીએ કરી ટ્વિટ
આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કર્યું છે કે, "ભારતે પહેલીવાર માલની નિકાસનું લક્ષ્ય 400 બિલિયન ડોલર સુધી હાંસલ કર્યું છે. હું આ સફળતા માટે અમારા ખેડૂતો, વણકર ભાઈઓ, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું. આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે."
India set an ambitious target of $400 Billion of goods exports & achieves this target for the first time ever. I congratulate our farmers, weavers, MSMEs, manufacturers, exporters for this success.
નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા જ હાંસલ કર્યું લક્ષ્ય
ટ્વીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આંકડાઓ અનુસાર, ભારત દરરોજ એક અબજ ડોલરના માલની નિકાસ કરે છે, એટલે કે લગભગ 46 મિલિયન ડોલર્સની કિંમતનો સામાન દરરોજ અન્ય દેશોમાં મોકલવામાં આવતો હતો. જો આપણે મહિના વિશે વાત કરીએ, તો તે દર મહિને સરેરાશ 33 બિલિયન ડોલર્સ થાય છે.