Odisha Train Accident News: ઓડિશા સરકારે કહ્યું છે કે, 200 થી વધુ મૃતદેહો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ ટેબલમાં રાખવામાં આવ્યા
ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 ના મોત
200 થી વધુ મૃતદેહો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી: ઓડિશા સરકાર
અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ ટેબલમાં રાખવામાં આવ્યા
ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. આ દરમિયાન ઓડિશા સરકારે કહ્યું છે કે, 200 થી વધુ મૃતદેહો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ ટેબલમાં રાખવામાં આવ્યા છે અને લોકો તેમના ફોટા દ્વારા તેમના મૃતક સ્વજનોની ઓળખ કરી રહ્યા છે.
ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ઘણા મુસાફરો પરપ્રાંતિય મજૂરો હતા. જેને લઈ હવે તેથી તેમના પરિવારો ધીમે ધીમે ઓડિશા પહોંચી રહ્યા છે. જે પરિવારો હાલમાં ઓડિશામાં નથી તેમની મદદ કરવા માટે ઓડિશા સરકારે ત્રણ વેબસાઇટ પર મૃતકોની તસવીરો અપલોડ કરી છે. મૃતદેહો ઝડપથી વિઘટિત થઈ રહ્યા છે, જેના કારણે ઓળખ મુશ્કેલ બની રહી છે.
બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આજે ઓડિશા રાજ્ય ભાજપ અધ્યક્ષ મનમોહન સામલ સાથે વાત કરી અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી. ઓડિશા પ્રદેશ ભાજપની આખી ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. બીજેપી કાર્યકર્તાઓ અકસ્માત સ્થળ પર ફૂડ પેકેટ્સથી લઈને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં મદદ કરી રહ્યા છે.
રેલ્વે બોર્ડે શું કહ્યું ?
રેલ્વે બોર્ડે પત્રકાર પરિષદ યોજીને અકસ્માત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ કહ્યું, 'બાલાસોર દુર્ઘટના પર રેલવે બોર્ડે કહ્યું કે દુર્ઘટના સમયે તમામ સિગ્નલ ગ્રીન હતા. ટ્રેનો પોતાની નિશ્ચિત ગતિએ દોડી રહી હતી. કોરોમંડલ 128ની સ્પીડથી દોડી રહી હતી અને હાવડા એક્સપ્રેસ 126ની સ્પીડથી ચાલી રહી હતી, જેનો અર્થ છે કે કોઈ ઓવરસ્પીડ નહોતી. આ અકસ્માત માત્ર કોરોમંડલ એક્સપ્રેસને થયો હતો અને તેને નુકસાન થયું હતું.
ઓડિશાના મુખ્ય સચિવે શું કહ્યું ?
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું, 'ગઈકાલે રેલવેએ શેર કર્યું હતું કે મૃત્યુઆંક 288 પર પહોંચી ગયો છે. ગઈકાલે રાત્રે ડીએમ અને તેમની આખી ટીમે દરેક મૃતદેહની તપાસ કરી. ડીએમ દ્વારા ડેટાની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહોની ગણતરી બે વખત કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકને સુધારીને 275 કરવામાં આવ્યો છે.