બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શહેરની જાણીતી સ્કૂલમાં ઉલટી થયાં બાદ તરત 4 વર્ષના છોકરાનો જીવ ઉડ્યો, ભારે ચિંતા

હૈયું વલોવતી ઘટના / શહેરની જાણીતી સ્કૂલમાં ઉલટી થયાં બાદ તરત 4 વર્ષના છોકરાનો જીવ ઉડ્યો, ભારે ચિંતા

Last Updated: 04:55 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાની એક જાણીતી સ્કૂલમાં ઉલટી થયાં બાદ તરત 4 વર્ષના છોકરાનું મોત થતાં ચિંતા વ્યાપી હતી.

લેડી ડોક્ટરના રેપ અને મર્ડરથી લાઈમ લાઈટમાં આવેલા કોલકાતામાં ફરી વાર એક શોકજનક ઘટના બની છે. હકીકતમાં શહેરની જાણીતી સ્કૂલમાં ઉલટી થયાં બાદ તરત ચાર વર્ષના બાળકનું મોત થતાં સ્કૂલ પરિસરમાં ચિંતા વ્યાપી હતી અને સહુ અરેરાટી પ્રગટ કરવા લાગ્યાં હતા.

સખત ઉલટી બાદ જીવ ગયો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક બાળકનું શાળામાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું, જેને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતે પોલીસે જણાવ્યું કે શુક્રવારે કોલકાતાની એક શાળામાં ચાર વર્ષના બાળકનું ઉલ્ટી થવાથી મોત થયું હતું. આ ઘટના મૌલાલી વિસ્તારની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં બની હતી. બાળકને ઉલટી થયા બાદ તેને નીલ રતન સરકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકથી મોતની સંભાવના

ડોક્ટરોને આ ઘટનામાં બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની સંભાવના લાગી રહી છે. ઉલટી બાદ ખૂબ બેચેની લાગવી પણ હાર્ટએટેકની એક નિશાની છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવશે.

વધુ વાંચો : બ્યૂટી ક્વીન પત્નીના ટુકડાં કર્યાં, બ્લેન્ડરમાં નાખીને પીસી નાખ્યાં, પતિનું ખૌફનાક કારનામું

પટણાની સ્કૂલમાં શું બન્યું હતું?

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ બિહારની રાજધાની પટનામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પટનાની એક ખાનગી શાળામાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાળકની લાશ શાળાની ગટરમાં પડી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી દીધો હતો અને સ્કૂલને આગ ચાંપી દીધી હતી. પરિવારજનોએ સ્કૂલ ડાયરેક્ટર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. સીસીટીવી વીડિયોમાં જાણવા મળ્યું છે કે બાળક શાળાની અંદર ગયો હતો પરંતુ બહાર આવ્યો ન હતો. શાળાના બે બાળકોએ કબૂલાત કરી છે કે બાળકનો મૃતદેહ શાળાના ઓરડામાં જ ગટરના ગંદા પાણીમાં રાખ્યો હતો. પોલીસે લાશને બહાર કાઢી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

school boy death Kolkata school boy death school boy death news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ