બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 4 Terror Associates Involved In Grenade Attack Arrested In Kashmir

ટેરર / સુરક્ષા દળોનું બીગ ઓપરેશન, કાશ્મીરમાં બે સંગઠનના 4 આતંકીઓ ઝડપાયા, મોટી માત્રામાં હથિયાર મળ્યાં

Last Updated: 11:02 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કરના 1 આતંકી અને જૈશના 4 મદદગારની ધરપકડ કરી છે.

  • જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા
  • બારામૂલામાંથી ઝડપાયા 2 આતંકી સંગઠનના 4 આતંકીઓ
  • મોટી માત્રામાં હથિયાર પણ મળ્યાં

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું અભિયાન ચાલી રહ્યું છે. મંગળવારે બારામૂલામાંથી પોલીસે લશ્કરના 1 અને જૈશના 4 સાગરિતની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ મળ્યાં છે. 

આતંકી સંગઠન જૈશના ઈશારે કામ કરતા હતા 

પોલીસને બાતમી મળી હતી કે જૈશના આતંકી તેમના સંગઠના વિસ્તાર માટે કામ કરી રહ્યાં છે અને તેઓ આતંકી ગતિધિઓને અંજામ આપી રહ્યાં છે. બાતમી મળતા પોલીસ સજ્જ થઈ અને તાબડતોબ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 4 આતંકીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમણે એવો ખુલાસો કર્યો કે તેઓ તો જૈશના ઈશારે કામ કરી રહ્યાં છે. પોલીસને તેમની પાસેથી ગ્રેનેડ અને પિસ્તોલ સહિતના બીજા કેટલાક હથિયારો મળ્યા હોવાનું જણાવાય છે. 

ચાર આતંકીઓની ઓળખ થઈ, પિસ્તોલ અને ગ્રેનેડ મળ્યાં 

આ ચારેયની ઓળખ ઝુબેર ગુલ, આદિલ ફજય, બાસિત અલી અને શાહિદ નવી તરીકે થઈ છે. તેમની પાસેથી પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમને આતંકવાદીઓ વતી ગ્રેનેડ હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમની પૂછપરછ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. આતંકવાદીઓના બાકીના નેટવર્કની ખાતરી કરવામાં આવી રહી છે. જેમાં ઘણી વાતો જાણી શકાશે. તે પછી આતંકવાદીઓને પણ પકડી શકાય છે. દરમિયાન બારામુલાના ક્રાલહર રેલવે ક્રોસિંગ પર વિશેષ નાકા દરમિયાન પોલીસ અને સેનાએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદીની ઓળખ ફૈઝલ અહમદ ડાર તરીકે થઈ છે. આ માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Terrorist attack terror in kashmir કાશ્મીરમાં આતંકીની ધરપકડ Terror Associates
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ