4 people died in car accident near sultanpur while doing a fb live
ગમખ્વાર અકસ્માત /
FB લાઈવ દરમિયાન જ ચાર યુવકોના મૃત્યુ: 230ની સ્પીડે હતી BMW, એકે કહ્યું ચારેય મરશે અને ઊડી ગયા ફૂરચાં
Team VTV05:58 PM, 15 Oct 22
| Updated: 09:01 PM, 15 Oct 22
ભારતમાં રોડ એક્સિડેન્ટનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે એવો જ વધુ એક બનાવ BMW 230 કારનો સામે આવ્યો છે. જેમાં FB લાઇવ ચાલુ રાખીને ઓવરસ્પિડિંગ કરી રહેલી કાર કંટેનર સાથે અથડાઇ અને 4 લોકોનું મોત થયું.
BMW કારમાં થયું ભયાનક અકસ્માત
4 લોકોનું થયું દુ:ખદ મૃત્યુ
FB લાઇવ કરી રહ્યાં હતાં કાર સવારો
ઉત્તરપ્રદેશ: UPનાં સુલતાનપુરની પાસે થયેલ રોડ અકસ્માત વખતે BMW કારની સ્પીડ 230 કિ.મી પ્રતિકલાક હતી. ચાર યુવકો આ BMW કારમાં સવારનાં સમયે સફર કરી રહ્યાં હતાં અને સાથે FB લાઇવ પણ શરૂ કર્યું હતું. કેમેરાને સ્પીડોમીટર પર ફોકસ કરવામાં આવ્યો જેમાં 230 KM પ્રતિ કલાક દેખાઇ રહ્યું હતું. આ ઓવરસ્પિડિંગ દરમિયાન ચારમાંથી એક યુવક બોલ્યો કે - ચારેય મરીશું! અને ત્યારે જ કાર કંટેનર સાથે અથડાઇ જાય છે અને 4 કાર સવારનું મોત થાય છે.
UP | Four people have lost their lives in an accident that took place on Purvanchal Expressway in Sultanpur dist. A high-speed BMW car collided with a container coming from the opposite direction. The deceased were residents of Uttarakhand: Ravish Kumar Gupta, DM Sultanpur pic.twitter.com/1Sv08SnG0z
હ્દયકંપી અકસ્માત
આ અકસ્માતની ભિષણતા તો જુઓ કે આ ચાર કાર સવાર લોકો અને કારનું એન્જિન દૂર જઇને પડ્યું. એક યુવનું માથું અને હાથ આશરે 20-30 મીટર દૂર ફંગોળાયેલું મળ્યું. કારનાં તો ચીથરાં ઊડી ગયાં જેનાં ટુકડાને ગુણીમાં ભરી લઇ જવાયા. આ સવા કરોડની BMW કારની સ્પીડ 62-63 કિ.મી પ્રતિ કલાક હતી અને વધતાં વધતાં આ સ્પીડ 230 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી.
વીડિયોમાં સતત સ્પીડ વધતી જોવા મળી
જ્યારે યુવક કાર ચલાવી રહ્યો હતો ત્યારે બધાં લોકો વચ્ચે સ્પીડ સંબંધી જ ચર્ચા થઇ રહી હતી. ત્યારે કાર ચાલક યુવાને કહ્યું કે હું સ્પીડ 300 સુધી પહોંચાડીશ...ત્યારે બીજાં યુવકે કહ્યું કે સીટ બેલ્ટ પહેરી લે રોડ સીધો છે! આમ સ્પીડ વધતી ગઇ અને બીજા યુવાનો પણ બ્રેક ન મારવા અને વધુને વધુ સ્પીડ કરવા માટે કહેતાં ગયાં. અને એટલામાં તો સૌનો અવાજ બંધ થઇ ગયો. 4 લોકો મોતનાં મુખમાં ધકેલાઇ ગયાં.
આ લોકો હાજર હતાં કારમાં
કારમાં બિહાર રોહતાસનો નિવાસી ડૉ. આનંદ કુમાર પોતાના કાકાઇ સગાં ઇન્જિનીયર દીપક આનંદ, મિત્ર અખિલેશ સિંહ અને ભોલા કુશવાહા હતાં. કાર ભોલા ચલાવી રહ્યો હતો. અને બાકીના લોકો પાછળ બેસીને સ્પીડ વધારવા કહી રહ્યાં હતાં. આનંદના પિતા નિર્મલ કુમાર જદયૂ નેતા છે અને આનંદ તેનો નાનો પુત્ર છે. ઔરંગાબાદના પ્રભારી તરીકે આનંદના પિતા ફરજ બજાવી રહ્યાં છે.
BMWની સર્વિસિંગ માટે જઇ રહ્યાં હતાં લખનઉ
ડૉ. આનંદ કુમાર મોંઘી કાર અને બાઇકનાં શોખીન હતાં. તેમની પાસે 16 લાખ રૂ.ની બાઇક પણ હતી. અને હાલમાં તેમણે સવા કરોડ રૂપિયાની નવી BMW કાર ખરીદી હતી. જેની સર્વિસ કરવા આ 4 લોકો લખનઉ જઇ રહ્યાં હતાં.