બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 4 મિનિટની બ્રેક, અને બદલવો પડ્યો એકસાથે 125 ટ્રેનનો ટાઇમિંગ, જાણો એવું તે શું કરેલું ટ્રેનના ડ્રાઇવરે?

વિશ્વ / 4 મિનિટની બ્રેક, અને બદલવો પડ્યો એકસાથે 125 ટ્રેનનો ટાઇમિંગ, જાણો એવું તે શું કરેલું ટ્રેનના ડ્રાઇવરે?

Last Updated: 01:33 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઓલની મેટ્રો સિસ્ટમ તેની સમયની પાબંદી માટે જાણીતી છે. આવી સ્થિતિમાં એક નાનો વિક્ષેપ પણ સમગ્ર સિસ્ટમને અસર કરે છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલની મેટ્રો સેવા તેની ઝડપ, સમયના પાબંદ અને ભરોસાપાત્ર સેવા માટે વિશ્વભરમાં જાણીતી છે. તે સિઓલની જીવાદોરી ગણાય છે અને લાખો મુસાફરો દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેનો ઉપયોગ કરે છે. સિઓલ સબવે ટ્રેનો લગભગ દરેક સિઝનમાં સમયસર હોય છે. પરંતુ ગયા સોમવારે જ્યારે એક ટ્રેન કંડક્ટર માત્ર ચાર મિનિટ માટે બાથરૂમમાં ગયો, ત્યારે સમગ્ર સબવે સિસ્ટમમાં ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે 125 ટ્રેનો મોડી પડી હતી અને તેનું ટાઈમ ટેબલ બદલવું પડ્યું હતું.

વાસ્તવમાં થયું એવું કે સવારે લગભગ 8 વાગ્યે સિઓલની લાઇન 2 પર એક ટ્રેન કંડક્ટરને અચાનક થોડા સમય માટે ટોઇલેટ જવું પડ્યું. તેણે એક સ્ટેશન પર ગાડી રોકી. તે સ્ટેશનનું ટોઈલેટ બીજા માળે હતું. તેથી જ તેને ટોયલેટનો ઉપયોગ કરવામાં વધુ સમય લાગ્યો. જો કે તે 4 મિનિટમાં પાછો આવી ગયો હતો, આ ટૂંકા બ્રેકએ સમગ્ર મેટ્રો નેટવર્કનું સમયપત્રક ખોરવ્યું હતું. રોકાયેલી ટ્રેનને કારણે સર્ક્યુલર લાઇન પર દોડતી 125 ટ્રેનો પણ મોડી પડી હતી. તે દિવસે કેટલીક ટ્રેનો 20 મિનિટ સુધી મોડી ચાલી હતી. શહેરની વ્યસ્ત પરિવહન વ્યવસ્થાને ધ્યાનમાં લેતા ત્યાંના લોકો માટે ટ્રેનનો આટલો વિલંબ બિલકુલ સ્વીકાર્ય ન હતો.

seoul-train1

બ્રેક લીધા વગર કર્મચારીઓ 3 કલાક કામ કરે છે

સિઓલની મેટ્રો સિસ્ટમ તેની સમયની પાબંદી માટે જાણીતી છે. આવી સ્થિતિમાં એક નાનો વિક્ષેપ પણ સમગ્ર સિસ્ટમને અસર કરી શકે છે. સિઓલ મેટ્રોના ઓપરેટરોને ઘણીવાર બ્રેક વિના લાંબી શિફ્ટમાં કામ કરવું પડે છે. તેઓ કોઈપણ વિરામ વિના લગભગ 3 કલાક કામ કરે છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ કરન્સીને લઇ ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશોને આપી ધમકી, આર્થિક મોરચે ભારતને થઈ શકે નુકસાન

ટ્રેનોમાં ઈમરજન્સી ટોઈલેટ

સિઓલમાં કાર્યરત મેટ્રો ટ્રેનોમાં ટ્રેન ઓપરેટીંગ સ્ટાફ માટે ઈમરજન્સી ટોઈલેટ હોય છે. પરંતુ આ બહુ અસરકારક નથી અને ઘણીવાર ટ્રેનના કંડક્ટર સ્ટેશન પર રહેલા શૌચાલયનો ઉપયોગ કરે છે. લાઇન 2 પરના સ્ટેશન પર જ્યાં કંડક્ટરે ટ્રેન રોકી હતી, ત્યા ટોઇલેટ બીજા માળે હોવાને કારણે આ મુશ્કેલીઓ સર્જાઇ હતી. જો ટ્રેન જ્યાં રોકાઈ ત્યાં શૌચાલય હોય તો કંડક્ટરને વધુ સમય ન લાગત અને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થઈ હોત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

seoul train South Korea Railway News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ