Team VTV07:42 AM, 31 Dec 19
| Updated: 07:46 AM, 31 Dec 19
જમ્મૂ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જોવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં
રિકટર સ્કેલ પર તીવ્રતા 5.4 માપવામાં આવી
10 દિવસમાં બીજી વખત અનુભવાયાં ભૂકંપના આંચકા
કાશ્મીરમાં ગત 10 દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવયાં છે. આ અગાઉ 20 ડિસેમ્બરના રોજ ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરના રોજ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવયાં હતા. જો કે આ ભૂકંપના આંચકાથી કોઇપણ પ્રકારનું નુકસાન જોવા મળ્યું નહોતું. આ દિવસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં હિન્દકુશમાં હતું.
ભૂકંપના આંચકા કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતમાં અનુભવાયાં હતા. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવયાં હતા. પાટનગર ઇસ્લામાબાદ સહિત ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપના આંચકા અંદાજે 10 સેકેન્ડ સુધી અનુભવાયાં હતા.