વડોદરાના ફાજલપુરમાં આજે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમા 2 લોકોના મોત થયા, જ્યારે છોટાઉદેપુરમાં પણ પથ્થર ભરેલી ટ્રક આજે પલટી મારી ગઈ અને આ અકસ્માતમાં પણ 2 ના મોત થયા છે.
વડોદરાના ફાજલપુર ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં બે બાઈક સવારોના ઘટના સ્થળેજ મોત
છોટાદેપુરમાં પણ અકસ્માત સર્જાતા બે ના મોત
વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે. વડોદરાના ફાજલપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. જેમા ટ્રક અને બાઈક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે રોડ ઉપર પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મૃતકોના પરિવારમાં શોકનો માહોલ
આ ભયંકર અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું. મૃતકો મૂળ રગડી ગામના રહેવાસી હતા અને બંને મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથેજ ગામમા પણ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના સ્થળેજ યુવકોના મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. મૃતકો જે બાઈક પર સવાલ હતા તે બાઈકના પણ કૂચેકૂચા બોલી ગયા હતા. સાથેજ બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાજ તેમના મોત નિપજ્યા હતા. એટલેકે આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળેજ બંને યુવકોના મોત થયા હતા.
છોટાઉદેપુરમાં પણ અકસ્માત સર્જાતા બે ના મોત
બીજી તરફ આજે છોટાધેપુરના વનાર જામલા રોડ પર પણ અકસ્માત સર્જાયો જેમા પથ્થર ભરેલી ટ્રક પલટી મારી ગઈ જેના કારણે તેમા 2 લોકો દટાઈ ગયા હતા. જેમનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે આ બંન્ને અકસ્માતોની જાણ થતાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ અક્સમાતોને કારણે રસ્તા પર લોકના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે સ્થળ પર વાહન ચાલકો અટવાઈ ગયા હતા.