બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મહિલાઓ માટે સરકારની 4 જબરદસ્ત સ્કીમ, મળશે લાખો રૂપિયાનો ફાયદો, જાણો વિગતે
Last Updated: 05:24 PM, 3 September 2024
તમે પણ એક મહિલા છો અને કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો અહીં અમે તમને 4 સરકારી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે મહિલાઓને સમૃદ્ધ અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. સરકાર આ યોજનાઓ હેઠળ મહિલાઓને વિવિધ લાભો આપે છે. આ યોજનાઓમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્રથી સુભદ્રા યોજનાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
લાડલી બહન યોજના
ADVERTISEMENT
આ યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મારી લાડકી બહન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ મહારાષ્ટ્રની 21 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા અરજી કરી શકે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કોઈપણ અરજદારની પારિવારિક આવક વાર્ષિક રૂ. 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ. આ યોજનામાં મહિલાઓના ખાતામાં દર મહિને 1500 રૂપિયા મોકલવામાં આવશે.
સુભદ્રા યોજના
ઓડિશા સરકારે સુભદ્રા યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ યોજના ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. યોજનાની માર્ગદર્શિકા અનુસાર આ યોજના હેઠળ દરેક લાભાર્થીને બે સમાન હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે. પાંચ વર્ષ પછી દરેક લાભાર્થી મહિલાને 50 હજાર રૂપિયા મળશે. આ લોકોને સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. આ પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાશે. 21 થી 60 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે.
જો કોઈ મહિલાને કોઈપણ અન્ય સરકારી યોજના હેઠળ 1500 રૂપિયા કે તેથી વધુ માસિક અથવા 18000 રૂપિયા પ્રતિ વર્ષનો લાભ મળે છે, તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત અથવા શહેરમાંથી મહત્તમ 100 ડિજિટલ વ્યવહારો કરનાર મહિલાને 500 રૂપિયાનું એકસ્ટ્રા ઇન્સેટિવ આપવામાં આવશે.
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ
આ યોજના વર્ષ 2023 માં શરૂ કરવામાં આવી હતી, જે નાની બચત યોજના હેઠળ કાર્યરત છે. આ યોજના હેઠળ મહિલાઓને ઓછા રોકાણ પર વધુ વ્યાજ આપવામાં આવે છે. આ માત્ર 2 વર્ષની સ્કીમ છે, જેમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ અંતર્ગત દેશની કોઈપણ મહિલા રોકાણ કરી શકે છે.
વધુ વાંચોઃ 2030 સુધીમાં ગાયબ થઈ જશે આ 7 શહેરો, IPCCની નામો નિશાન મીટાવતી આગાહી
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના છોકરીઓના ભવિષ્યને બહેતર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક 8.2% વ્યાજ આપવામાં આવે છે. આ સિવાય તમે ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ પણ મેળવી શકો છો. 10 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ દિકરી આનો લાભ લઈ શકે છે. ખાતાધારકો લઘુત્તમ રૂ. 250 થી વધુમાં વધુ રૂ. 1,50,000 સુધીનું રોકાણ કરી શકે છે. તમે સુકન્યા યોજનામાં 14 વર્ષ માટે જમા કરાવી શકો છો, પુત્રી 21 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી આ પોલીસી પરિપક્વ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.