બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 4ના મોત, 20 ઘાયલ, CM યોગીએ છોડ્યા આદેશ

દુર્ઘટના / લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 4ના મોત, 20 ઘાયલ, CM યોગીએ છોડ્યા આદેશ

Last Updated: 08:18 PM, 7 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ મકાનનો કાટમાળ દૂર કરવામાં લાગ્યા છે.

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ મકાનનો કાટમાળ દૂર કરવામાં લાગ્યા છે. સુરક્ષાના પગલાં તરીકે આસપાસની ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઘટના સરોજની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે.

ધરાશાયી થયેલા ભાગમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ

ટ્રાન્સપોર્ટ નગરમાં ભારે વરસાદ બાદ હરમિલાપ ટાવરનો ડાબો ભાગ ધરાશાયી થયો. હાલ, NDRF અને રાજ્ય પોલીસની ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે, જે ધરાશાયી થયેલા ભાગમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી રહી છે. અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિના મોતની માહિતી છે. તેમજ અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

દુર્ઘટનાના સમાચાર અત્યંત પીડાદાયકઃ રાજનાથ સિંહ

કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું છે- 'લખનઉમાં એક મકાન ધરાશાયી થતા થયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત પીડાદાયક છે. મેં લખનઉના જિલ્લા અધિકારી સાથે ફોન પર વાત કરીને ઘટનાસ્થળે પરિસ્થિતિની જાણકારી મેળવી છે. સ્થાનિક પ્રશાસન સ્થળ પર રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.'

2 લોકોનાં મોત

લોકબંધુ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 20 દર્દીઓને ઘાયલ સ્થિતિમાં લાવવામાં આવ્યા છે, જેમાં 3 લોકોની હાલત ગંભીર છે. તેમજ 2 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા છે.

CMએ લખનઉના અકસ્માત પર આ આદેશ આપ્યા

લખનઉમાં થયેલી આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના સાથે જોડાયેલી પળેપળની વિગત મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીના આદેશ પર NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે માટે રવાના થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કાર્યોમાં તેજી લાવવાનું અને ઘાયલ લોકોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનું આદેશ આપ્યો છે. સાથે જ મુખ્યમંત્રીએ ઘાયલ લોકોના ઝડપથી સાજા થવાની કામના કરી છે.

આ પણ વાંચોઃ દુનિયામાં કયો દેશ સૌથી વધુ શક્તિશાળી? સૈન્ય ક્ષમતામાં ભારતનો દબદબો, ટોપ 10માં પાક કેટલે?

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lucknow Building Collapses Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ