કચ્છમાં ભચાઉ પાસે 4.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી, લોકોમાં ભયનો માહોલ

By : krupamehta 12:05 PM, 11 March 2018 | Updated : 12:05 PM, 11 March 2018
કચ્છમાં: છેલ્લા 12 દિવસમાં ફરીથી એક વખત કચ્છની ધરા ધ્રુજી છે. આજ રોજ કચ્છમાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક 4.2 તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ઘની બહાર દોડી આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે 12 દિવસ પહેલા પણ 4થી વધુની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા 2001માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી.

તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી ત્યારે આજે ફરી એકવાર 4.2 તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

 Recent Story

Popular Story