વાવાઝોડું / લક્ષદ્વિપથી આવનાર વાવઝોડું 3 જુને ભાવનગર નજીક ટકરાઈ શકે, જેની ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અસર વર્તાશે

3rd June 2020 cyclone attack on Gujarat coastal said weather forecast

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ છે. જેની સાથે લક્ષદ્વીપના ટાપુઓ નજીક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે તેવી સંભાવના છે. જે 3 જૂનની આસપાસ ખંભાતના અખાત થઈ ભાવનગર નજીકના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા નક્કી થશે. ગુજરાત-મહારાષ્ટ્રમાં જૂનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં અસર વર્તાવ્યા બાદ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ