બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 39 years of Operation Blue Star Khalistan slogan and Bhindrawale posters waved at Golden Temple

અમૃતસર / ઓપરેશન બ્લૂ સ્ટારના 39 વર્ષ પૂર્ણ: ગોલ્ડન ટેમ્પલમાં ખાલિસ્તાનના સમર્થનમાં લાગ્યા નારા, ભિંડરાવાલેના પોસ્ટર લહેરાયા

Megha

Last Updated: 01:40 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

39 વર્ષ પહેલા ગોલ્ડન ટેમ્પલમાં ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતું. આજે સુવર્ણ મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી જેમાં ખાલિસ્તાનના નારા અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા

  • 39 વર્ષ પહેલા ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતું
  • આજે ગોલ્ડન ટેમ્પલ આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો 
  • આ દરમિયાન ખાલિસ્તાનના નારા લગાવવામાં આવ્યા

આજથી 39 વર્ષ પહેલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ખલિસ્તાની સમર્થક ભિંડરાવાલા માર્યા ગયા હતા. એ વાત તો આપણે બધા જાણીએ છીએ એ આ ઓપરેશન ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આજે પણ એ ઓપરેશન પછી પંજાબમાં ઘણી જગ્યાએ આ ઓપરેશનની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવે છે. 

એવામાં આજે શ્રી હરમંદિર સાહિબ સ્થિત શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે બારસી સમાગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુવર્ણ મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે બન્યું એવું કે આ દરમિયાન ખાલિસ્તાનના નારા અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા.

ગોલ્ડન ટેમ્પલ આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો 
આ કાર્યક્રમમાં કેટલાક લોકોએ ભિંડરાવાલેના પોસ્ટર લઈને ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠના કારણે સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સમગ્ર પંજાબમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. 

મલ્ટી મહતી મુજબ અમૃતસરમાં 3500 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે શ્રી હરમંદિર સાહેબની આસપાસ અને તે તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રી હરિમંદિર સાહેબની આસપાસ પંજાબ પોલીસ તેમજ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Golden Temple Video Operation Blue star amritsar khalistani ઓપરેશન બ્લૂ સ્ટાર ગોલ્ડન ટેમ્પલ ગોલ્ડન ટેમ્પલ વિડીયો Amritsar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ