બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 36 thousand rupees a year for 100 years, only 45 rupees a day investment in this LIC plan

તમારા કામનું / 100 વર્ષ સુધી મળશે વર્ષે 36 હજાર રૂપિયા , LIC નાં આ પ્લાનમાં દિવસનું રોકાણ માત્ર 45 રૂપિયા

MayurN

Last Updated: 08:09 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની જીવન ઉમંગ પોલિસી હેઠળ તમને 100 વર્ષ સુધી એક નિશ્ચિત રકમ મળતી રહેશે. સાથે જ પોલિસીધારકને ઇનકમ ટેક્સ પર પણ છૂટ મળે છે.

  • જીવન ઉમંગ પોલિસી એક એન્ડોવમેન્ટ પ્લાન છે
  • 100 વર્ષ સુધી આપે છે લાઈફ ઇન્સોરંસ કવર
  • પોલિસી ધારકના મૃત્યુ પછી નોમીનીને લમ્પસમ રકમ મળશે 

જીવન ઉમંગ પોલિસી આપશે તમને જીવનભર ફાયદો 
દેશની સૌથી મોટી વીમા કંપની, ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકો માટે વિવિધ પ્રકારની પોલિસી ચલાવે છે. એલઆઇસીની પોલિસીમાં રોકાણ કરીને તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. એલઆઈસીની આવી જ એક પોલિસી છે એલઆઈસી જીવન ઉમંગ પોલિસી, જેમાં રોકાણ કરીને તમે તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો. જીવન ઉમંગ પોલિસી એક એન્ડોવમેન્ટ પ્લાન છે. 

100 વર્ષ સુધીનું લાઈફ ઇન્સોરંસ કવર 
જીવન ઉમંગ પોલિસીનો લાભ 90 દિવસ થી 55 વર્ષના લોકો લઈ શકે છે. આ પોલિસીમાં  100 વર્ષ સુધીનું લાઈફ ઇન્સોરંસ કવર થાય છે. આ પોલિસી મેચ્યોર થયા બાદ દર વર્ષે તમને એક નિશ્ચિત રકમ આવતી રહે છે. જો પોલિસી ધારકનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને એક લમ્પ સમ રકમ મળે છે.

દરરોજના માત્ર 45 રૂપિયાનું રોકાણ 
જો તમે 26 વર્ષની ઉંમરે પણ આ વીમા પોલિસી લો છો અને 4.5 લાખ રૂપિયાના વીમા કવર માટે 30 વર્ષ સુધીનું પ્રીમિયમ ભરો છો, તો તમારે દર મહિને 1350 રૂપિયા આપવા પડશે. આ રકમ દરરોજ લગભગ 45 રૂપિયા જેટલી થાય છે. આખું વર્ષ તમારું પ્રીમિયમ 15882 રૂપિયા રહેશે અને 30 વર્ષમાં તમારું પ્રીમિયમ પેમેન્ટ 4,76,460 રૂપિયા થશે 

36 લાખ રૂપિયાનું રીટર્ન મળશે
આ રીતે LIC તમારા રોકાણ પર 31માં વર્ષથી દર વર્ષે 36 હજાર રૂપિયા રિટર્ન તરીકે  જમા કરાવવાનું શરૂ કરી દેશે. જો તમે રોકાણના ૩1  વર્ષથી લઈને 100 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 36 હજાર રૂપિયાનું રિટર્ન લેતા રહેશો તો તમને લગભગ 36 લાખ રૂપિયાની રકમ મળશે.

કરમુક્તિ ઉપલબ્ધ છે
આ પોલિસીમાં તમે 15, 20, 25 અથવા 30 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. તમારી પોલિસી મેચ્યોર થયા બાદ ચોક્કસ રકમ તમારા ખાતામાં જમા કરવામાં  આવશે. જો પોલિસીધારક  અકસ્માતે મૃત્યુ પામે કે વિકલાંગ બની જાય તો ઉમંગ પોલિસી હેઠળ તેને ટર્મ રાઇડરનો લાભ પણ મળે છે. આવકવેરાની કલમ 80સી હેઠળ આ પોલિસી લેવા પર ટેક્સમાં છૂટ  પણ મળે છે. જો તમે જીવન ઉમંગ પોલિસી લેવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો વીમો લેવો પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Policy Jeevan umang policy LIC Life Insurance tax saving life insurance policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ