Team VTV11:49 PM, 24 Mar 23
| Updated: 11:51 PM, 24 Mar 23
જામનગરના કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ ગેંગ સાથે ઘરોબો ધરાવતા આરોપી યશપાલસિંહ જાડેજા અને જસપાલ જાડેજાની કરોડો રૂપિયાની મિલકત ગુજસીટોક ગુન્હા હેઠળ ટાંચમાં લેવામાં આવી હતી.
ગુજસીટોક પ્રકરણમાં ફરી સળવળાટ
જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં વધુ એક મિલકત જપ્ત કરવામાં આવી
જયંત સોસાયટીમાં આવેલ વધુ એક મિલકત જપ્ત કરવામાં આવી
જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમા વધુ એક વખત સળવળાટ ઉપડ્યો છે. જેમાં ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલ બંધુઓની જગ્યા ગૃહ વિભાગના આદેશના અનુસંધાને ટાંચમાં લેવામાં આવી હતી. આજે જામનગરની જયન્ત સોસાયટીમાં આવેલ આશરે સાડા ત્રણ કરોડની કિંમતની મિલકત ટાંચમાં લેવાઈ છે. જેમાં શહેર વિભાગના ડીવાયએસપી વરુણ વસાવા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
મિલકતની બજાર કિંમત અંદાજે સાડા ત્રણ કરોડ જેટલી
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ૨૦૨૦માં ગુજસીટોક અંગે જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો, પ્રકરણમાં કુખ્યાત જયેશ પટેલ સહિતના ૧૪ જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ હતી.જે ગુનાના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના બે બંધુઓ જશપાલ જાડેજા અને યશપાલ જાડેજા કે જેઓની માલિકીની જગ્યા જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલી છે, જે ૫,૪૬૦.૯૦ ચોરસ ફુટ છે, અને જેની હાલ બજાર કિંમત અંદાજે સાડા ત્રણ કરોડ જેટલી થાય છે. તેને ટાંચમા લેવાઈ હતી.આ જગ્યાને ટાંચમા લેવાનો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ થયો હતો. બાદમાં જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવાની હાજરીમાં પોલીસ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી હતી.
આરોપીઓ હતા ગુજસીટોક પ્રકરણમાં જેલ હવાલે
આરોપી જશપાલ અને યશપાલ બને ગુજસીટોક પ્રકરણમાં જેલ હવાલે હતા. જે ગત સપ્ટેમ્બર માસમાં છૂટયા હતા. ગત સપ્ટેમ્બર માસમા દલીલો સાંભળી સુપ્રિમ કોર્ટે આરોપી નિલેશ ટોલીયા, જીમ્મી આડતીયા, વકીલ વી.એલ. માનસાતા, યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાની જામીન મુક્તિનો હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે અગાઉ જયેશ પટેલની કરોડો રૂપિયાની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી.