3.5 crore tax evasion notice to a laborer earning barely two tanks, then you will be shocked to know what happened
લોલમલોલ /
બે ટંકનું માંડ કમાઈ ખાતા મજૂરને મળી 3.5 કરોડ ટેક્સ ચોરીની નોટિસ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
Team VTV06:40 PM, 05 Dec 20
| Updated: 06:54 PM, 05 Dec 20
ઝારખંડના સિંહભૂમ જિલ્લાના રાયપહરી ગામમાં મનરેગા યોજના હેઠળ રોજિંદા 198 રૂપિયા કમાતા લાદૂન મુર્મુ નામના વ્યક્તિને જ્યારે 3.5 કરોડ રૂપિયાની GST નોટિસ મળી ત્યારે તે ચોંકી ગયો. હકીકતમાં, પોલીસની એક ટીમ લાડુનના ઘરે પહોંચી હતી, જે તેમને GST ચોરીના આરોપસર ધરપકડ કરવા માટે આવી હતી. પરંતુ તેની સ્થિતિ જોયા બાદ તેઓ ચોંકી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી જેમાં એક મોટી કરચોરીનો પર્દાફાશ થયો હતો.
મનરેગાના મજૂરને મળી GST કરચોરીની નોટિસ
FIR થતાં પોલીસ પકડવા ગઈ અને ચોંકી ગઈ
પોલીસ વધુ તપાસ કરતાં કરચોરી કૌભાંડ બહાર આવ્યું
મનરેગા યોજના હેઠળ રોજના 198 રૂપિયાની મજૂરી કમાઈ ખાતા એક વ્યક્તિને જ્યારે ટેકસ ચોરી માટે પોલીસ તેના ઘરે પકડવા માટે આવી હતી ત્યારે તેની હાલત જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા, આ ગરીબ માણસ પોતાનું રોજનું માંડ કરીને ખાતો હોય ત્યારે તે 3.5 કરોડની GST ચોરી કઈ રીતે કરી શકે? આ દિશામાં પોલીસ વધુ તપાસ આદરી હતી જેમાં એક મોટા કરકૌભાંડનો ખુલાસો થયો હતો.
GST વિભાગ દ્વારા FIR નોંધાવવામાં આવી હતી
પોલીસ ટીમને જોઈને આશ્ચર્ય થયું કે તે વ્યક્તિ જેની કરોડોની ટેકસ ચોરી ના આરોપમાં ધરપકડ કરવા આવી છે, તે પોતે ખૂબ સામાન્ય જીવન જીવી રહી છે. હકીકતમાં, સત્તાવાર રેકોર્ડમાં, 48 વર્ષીય લાડુન મુર્મુને એમએસ સ્ટીલના ડિરેક્ટર તરીકે ઓળખાવાયો હતો, અને તેના પર 5.58 કરોડના ટ્રાન્ઝેક્શનમાં 3.5 કરોડની GST ટેક્સ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ જ કિસ્સામાં ઝારખંડ રાજ્યના GST વિભાગ દ્વારા FIR નોંધાવવામાં આવી હતી.
જમશેદપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડો. એમ. તમિલ વનને જણાવ્યું હતું કે પોલીસ ટીમ એમએસ સ્ટીલ કંપનીના એમડી લાડુન મુર્મુને બનાવટી કંપનીની કરચોરી હેઠળ ધરપકડ કરવા ગઈ હતી. પરંતુ જ્યારે ટીમને ખબર પડી કે લાડુન એક મજૂર માત્ર છે અને જે મનરેગા હેઠળ કામ કરે છે, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. વધુ તપાસમાં બહાર આવ્યું છે કે કોઈએ તેના પાનકાર્ડ અને આધારકાર્ડનો ઉપયોગ કરીને બનાવટી કંપની બનાવી છે અને તેને ફસાવ્યો છે, આ પછી કેસની તપાસ વિશેષ ટીમને સોંપવામાં આવી હતી.
લાડુને કહ્યું તે રોજના માંડ 198 રૂપિયા કમાય છે
ગામલોકોના વિરોધ બાદ પોલીસે લાડુનને મુક્ત કર્યો હતો. લાડુને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે મનરેગા હેઠળ દરરોજ 198 રૂપિયા કમાય છે. આની સાથે, તે બે વખત ખોરાક મેળવવામાં અસમર્થ છે. તો પછી તે કોઈ કંપનીનો MD કેવી રીતે હોઈ શકે?
મળતી માહિતી પ્રમાણે સ્ટેટ ટેક્સ ઓફિસર સંતોષ કુમારે જીએસટી કર ભરવાની તારીખ મર્યાદા પૂરી થઈ જતાં લાડુનની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. નાણાકીય વર્ષ 2018-19માં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ઇ-વે બિલ 87E ની આ ફરિયાદ થઈ હતી.