બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 3400 rupees per month to the youth!'Pradhanmantri Gyanveer Yojana' is fake, know the facts before registration

FACT CHECK / યુવાનોને દર મહિને 3400 રૂપિયા! 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના'નાં નામે ધૂપ્પલ, રજીસ્ટ્રેશન કરતાં પહેલા જાણી લો હકીકત

Megha

Last Updated: 02:14 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી યોજનાના નામે 3400 રૂપિયાની લાલચ આપીને વાયરલ મેસેજમાં એક લિંક આપવામાં આવી હતી અને તેનું URL જ્ઞાનવીર યોજનાના નામે કરવામાં આવ્યું હતું.

  • યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે
  • પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટ દ્વારા કરવામાં આવી જાણ 
  • આ નામની કોઈ સરકારી યોજના છે જ નહીં 

ઈન્ટરનેટ અને ઓનલાઈન દુનિયા અગમ્ય છે. આ ઓનલાઈન અને ઈન્ટરનેટને દુનિયાથી જીવન જેટલું સરળ થયું છે એટલું ગૂંચવાયું પણ છે. કામની વસ્તુ સાથે નકામી વસ્તુઓ પણ અહિયાં મળી રહે છે. ઓનલાઈનની આ દુનિયામાંથી નફો કે નુકસાન તમે શું મેળવો છે એ બધો જ આધાર તમારા પર જ છે. એક તરફ ઓનલાઈન આપણને ઘરે બેઠા અનેક સુવિધાઓનો લાભ આપે છે તો બીજી તરફ છેતરપિંડી કરનારાઓ હંમેશા તેમનો શિકાર બનવા અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવાનો મોકો શોધી રહ્યા હોય છે. આવો જ એક કિસ્સો કથિત રીતે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના સાથે જોડાયેલ છે.

દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે
જણાવી દઈએ કે હાલ જ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ નોંધણી કરાવવા દરેક યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. આ વાયરલ મેસેજ લોકોને 3400 રૂપિયાની લાલચ આપીને લિંક પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરતો હતો. આ વાયરલ મેસેજમાં એક લિંક આપવામાં આવી  હતી અને તેનું URL જ્ઞાનવીર યોજનાના નામે કરવામાં આવ્યું હતું. પહેલી નજરે જોતાં કોઈને પણ એમ જ લાગે કે એ કોઈ સરકારી સ્કીમ છે પણ એવું નહતું. 

સરકારે શું કહ્યું 
આ વાત પર સરકારે ચોખવટ કરી હતી કે પ્રધાનમંત્રી જ્ઞાનવીરના નામની કોઈ યોજના છે જ નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજને લઈને સરકારે પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટ દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર' નામની યોજના નકલી છે જેમાં દરેક યુવકને દર મહિને 3400 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે.' સરકારે સલાહ આપી છે કે એવી કોઈપણ વેબસાઈટ કે લિંક પર તમારી અંગત માહિતી શેર ન કરવી અને આવા મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેને ફેક્ટ ચેક કરવા પણ કહ્યું છે. 

આવી રીતે છેતરાઈ શકો છો 
જણાવી દઈએ કે આવા વાયરલ મેસેજ ફિશિંગ હુમલાનો એક ભાગ હોય છે જેમાં ગ્રાહકો ફસાઈ જાય છે અને એ લિંક્સ પર ક્લિક કરે છે. લિંક પર ક્લિક કરીને તમને વેબસાઇટ પર લઈ જવામાં આવે છે જ્યાં જતાંની સાથે જ તમારી અંગત માહિતી ચોરાઈ જાય છે. જેમાં તમારું બેંક એકાઉન્ટ, CVV અથવા OTP પણ હોય શકે છે અને એકવાર આવી માહિતી લીક થઈ ગયા પછી તમે સરળતાથી સાયબર ફ્રોડ અને છેતરપિંડીઓનો શિકાર બની શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

PIBFactCheck pib fact check પીઆઈબી ફેક્ટ ચેક પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના PIB Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ