બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / 3300GB data, validity of 75...Price only Rs 275, this company is giving a great offer
Megha
Last Updated: 03:34 PM, 18 September 2022
ADVERTISEMENT
આજકાલ વધતાં કોમ્પિટિશન વચ્ચે ટેલિકોમ કંપનીઓ અલગ અલગ ઑફર્સ રાખીને ગ્રાહકોને તેની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે આ બધા વચ્ચે BSNL પણ યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. BSNL એ થોડા સમય પહેલા સ્વતંત્રતા દિવસની ઓફર રજૂ કરી હતી. જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થાય છે. જો કે જણાવી દઈએ કે ફક્ત BSNL બ્રોડબેન્ડ યુઝર્સ જ આનો લાભ લઈ શકે છે. BSNLની આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે, આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.
ADVERTISEMENT
BSNL બ્રોડબેન્ડ યુઝર્સને મળે છે 3300GB હાઇ સ્પીડ ડેટા
આ પ્લાન સાથે BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા પણ મળે છે. આ 3300GB ડેટા 60Mbps હાઈ સ્પીડ સાથે આપવામાં આવે છે. પ્લાનમાં ડેટા પૂરા થયા પછી સ્પીડ ઓછી થઈ જાય છે અને તમારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.
BSNLના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને વધુ એક ફાયદો મળી રહ્યો છે અને એ છે યુઝર્સ પાસેથી કંપની કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ વસૂલતી નથી. એટલા માટે જો તમારું બજેટ ઓછું છે અને ઘર પર સસ્તું બ્રોડબેન્ડ સર્વિસ મેળવવા માંગતા હોય તો આ પ્લાન સારો છે.
જણાવી દઈએ કે હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ 5G સર્વિસ સાથે તમને ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળી શકે છે. જોકે હાલ પ્રારંભિક તબક્કામાં આ 5G સર્વિસ માત્ર મેટ્રો શહેરોમાં જ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.