બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 32% reservation for tribals and 27% for OBCs: Full reservation in this state of the country now 76%

BIG NEWS / આદિવાસીઓને 32 તો OBCને 27% અનામત: દેશના આ રાજ્યમાં પૂર્ણ અનામત હવે 76%, કોંગ્રેસનો મોટો દાવ

Priyakant

Last Updated: 11:25 AM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટ બેઠકમાં આરક્ષણ ક્વોટા વધારવાના બિલને મંજૂરી, હવે આ સુધારા બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

  • છત્તીસગઢમાં ચૂંટણી વર્ષમાં ભૂપેશ સરકારે મોટો દાવ ખેલ્યો 
  • આદિવાસીઓને 32 તો OBCને 27% અનામત બિલને મંજૂરી 
  • વિધાનસભામાં પાસ થયા બાદ આદિવાસીઓ- ઓબીસી મળશે અનામતનો લાભ 

છત્તીસગઢમાં ચૂંટણી વર્ષમાં ભૂપેશ સરકારે મોટો દાવ ખેલ્યો છે. તેમણે કેબિનેટ બેઠકમાં આરક્ષણ ક્વોટા વધારવાના બિલને મંજૂરી આપી દીધી છે. આ સુધારા બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પાસ થયા બાદ રાજ્યમાં આદિવાસીઓને 32 ટકા અને ઓબીસીને 27 ટકા અનામત મળશે. જેને હવે સીએમ ભૂપેશ બઘેલનો મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ભૂપેશ કેબિનેટની ગુરુવારે મળેલી બેઠકમાં વસ્તીના હિસાબે અનામત આપવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે લાગુ થશે.

શું કહ્યું સરકારે ? 

છત્તીસગઢ સરકારે કહ્યું છે કે, જો આ સંશોધન બિલ પસાર થાય છે, તો રાજ્યમાં સંપૂર્ણ અનામત વધીને 76 ટકા થઈ જશે. આ બિલો પસાર કરવા માટે 1 અને 2 ડિસેમ્બરે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 2019માં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ, અનુસૂચિત જનજાતિ (ST)ને 32 ટકા અનામત મળશે જ્યારે અન્ય પછાત વર્ગો (OBC)ને 27 ટકા અને અનુસૂચિત જાતિને 13 ટકા અનામત મળશે. 

જોકે અહી મહત્વની વાત એ છે કે, હજી સુધી અધિકારીઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે નક્કી કરાયેલ અનામતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ કેટલાક સ્થાનિક મીડિયા સંગઠનોનું કહેવું છે કે, EWS ક્વોટા ચાર ટકા રાખવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન રવિન્દ્ર ચૌબેએ કહ્યું કે, છત્તીસગઢ જાહેર સેવા (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ આરક્ષણ) સંશોધન અધિનિયમ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ સંબંધિત સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે.

આ તરફ મંત્રી કાવસી લખમાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અભિનંદન. તેમણે આજે કેબિનેટમાં ચર્ચા કર્યા બાદ હવે આદિવાસીઓ માટે 32%, અનુસૂચિત જાતિ માટે 13% અને પછાત વર્ગો માટે 27% અને સામાન્ય શ્રેણી માટે 4% પાસ કર્યા છે. હવે તેને વિધાનસભામાં મૂકવામાં આવશે. કોર્ટ દ્વારા દરેકનું રિઝર્વેશન રદ કરવામાં આવ્યું, આજે બે મહિના પછી આપણા સમાજના લોકો કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર પણ ગયા અને અધિકારીઓ પણ ગયા સમગ્ર મંથન બાદ હવે કેબિનેટમાં પાસ થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ