બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:50 PM, 4 August 2024
પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં રવિવારે ફાટી નીકળેલી હિંસામાં 32થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. રવિવારે પ્રદર્શનકારીઓની ભીડ લાકડીઓ વગેરે લઈને આવી પહોંચી હતી. જ્યારે આ ભીડ ઢાકાની મધ્યમાં શાહબાગ ચોક પર એકઠી થઈ ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો. આ સિવાય ઘણા સ્થળો અને મોટા શહેરોમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ મુખ્ય રાજમાર્ગો બ્લોક કરી દીધા હતા. આ અથડામણમાં પોલીસની સાથે સત્તાધારી અવામી લીગના સમર્થકો પણ હતા, જેમની સાથે વિરોધીઓ સામસામે આવી ગયા હતા.
ADVERTISEMENT
BREAKING : Nationwide Carfew imposed in Bangladesh after 32 people were killed in fresh violence. pic.twitter.com/XGfftspuu9
— Baba Banaras™ (@RealBababanaras) August 4, 2024
વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ
ADVERTISEMENT
વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી, ગયા મહિને વિરોધ શરૂ થયા પછી સરકારે આ પગલું પહેલીવાર લીધું છે.
વધુ વાંચો : VIDEO : પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ શું શું બન્યું? કૂલ્હડ પીઝા MMS કપલનો ખુલાસો
બાંગ્લાદેશમાં કેમ હિંસા?
હકીકતમાં બાંગ્લાદેશમાં લોકો ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ કરી રહ્યાં છે. સરકારે 1971ના બાંગ્લાદેશ યુદ્ધના દિગ્ગજોના પરિવારો માટે નોકરીઓમાં 30 ટકા અનામત રાખવાની જોગવાઈ કરતાં લોકો ભડક્યાં છે અને લોકો તેને નાબૂદ કરવાની માગ કરી રહ્યાં છે.
અત્યાર સુધી 200થી વધુના મોત
બાંગ્લાદેશની હિંસામાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત થયા છે. રાજધાની ઢાકા વિરોધનું કેન્દ્ર રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.