બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 07:13 PM, 1 January 2020
ADVERTISEMENT
રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગત રાત્રે દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરઝડપે ચલાવનાર કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર બીઆરટીએસ રૂટમાં ઘુસી પલ્ટી મારી ગઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે.
GJ-03-HR-0064 નંબરની વર્ના કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા હતા અને કાર સવાર યુવકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાની થઈ નથી. યુવકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT
આ મામલે પોલીસે યુવકો વિરૂદ્ધ પ્રોહિબીશન અને પબ્લીક પ્રોપ્રટીને નુકસાન કરવા અંગેની ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે દીવથી પરત ફરતા 100થી વધુ શખ્સોને પોલીસે નશાની હાલતમાં ઝડપ્યા હતા. જ્યારે અમદાવાદમાં 73 યુવકો નશાની હાલતમાં ઝડપાયા હતા.
અમદાવાદમાંથી 73 યુવાનો નશાની હાલતમાં ઝડપાયા
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીની સાથે સાથે પોલીસે શહેરમાંથી નશાની હાલતમાં 73 નબીરાને ઝડપી લીધા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસે આ યુવાનોને નશાની હાલતમાં ઝડપ્યા છે. આ યુવાનોએ નવા વર્ષમાં દારૂની પાર્ટી કરી હતી. અને બાદમાં પોલીસના હાથે ચઢી ગયા. અમદાવાદમાં સૌથી વધુ નવરંગપુરા વિસ્તારમાંથી પોલીસે 12 યુવાનોને નશાની હાલતમાં ઝડપ્યા છે. તો બીજી તરફ માધુપુરા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી 11-11 યુવાનો ઝડપાયા છે. તો બીજી તરફ સોલા વિસ્તારમાંથી 8 યુવાનો નશાની હાલતમાં ઝડપાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT