Team VTV04:29 PM, 13 Feb 21
| Updated: 05:40 PM, 13 Feb 21
કેન્દ્રની મોદી સરકારે દેશના 5 રાજ્યો માટે 3113 કરોડની સહાય જાહેર કરી છે.
આંધ્રપ્રદેશ, બિહાર, તમિલનડુ, પાંડિચેરી અને મધ્યપ્રદેશને સહાય મળશે
ગૃહમંત્રી શાહની આગેવાનીમાં એક હાઈ લેવલની બેઠક મળી
મધ્યપ્રદેશને સૌથી વધારે રુ.1280.18 કરોડની સહાય મળશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની વાળી એક હાઈ લેવલની કમિટીએ 2020 ની સાલમાં કુદરતી હોનારત અને તીડના હુમલાનો ભોગ બનેલા દેશના પાંચ રાજ્યો માટે રુ. 3,113 કરોડની સહાય જાહેર કરી છે.
જે પાંચ રાજ્યો માટે કેન્દ્રીય સહાયની જાહેરાત કરવામાં આવી છે તેમાં આંધ્રપ્રદેશ, બિહાર, તમિલનડુ, પાંડિચેરી અને મધ્યપ્રદેશ સામેલ છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કહેવાયું કે ગૃહમંત્રી શાહની આગેવાનીમાં એક હાઈ લેવલની બેઠક મળી હતી જેમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાયની મંજૂરી અપાઈ છે.