જૂનાગઢ / વિસાવદર તાલુકાના આઇ શ્રી રૂપલ માતાજીનો 30મો જન્મ મહોત્સવ સાદાઈથી ઉજવાયો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામમાં બિરાજતા આઇ શ્રી રૂપલ માતાજીનો શ્રાવણ વદ આઠમના જન્મ દિવસ છે. ત્યારે કોરોના મહામારીના કારણે સાદાઈથી જ માં રૂપાલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલ આઈનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો છે. મંદિરમાં જ હવન, પૂજા કરી ભગવાનની આરાધના સાથે જન્મ દિવસની ઉજવણી કરી છે. દર્શન માટે આવતા ભક્તોને સામાજિક અંતરનું પાલન કરી દૂરથી જ આશીર્વાદ આપ્યા હતાં. દર વર્ષે કૃષ્ણ જન્મ અને માતાજીનો જનમદિવસ એક સાથે ઉજવાય છે અને મોટો ઉત્સવ કરવામાં આવે છે. આ વખતે માતાજીનો 30મો જન્મ મહોત્સવ સાદાઇથી ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. અને માતાજીના ભક્તો પોતાના ઘરે દિવડા પ્રગટાવી જન્મ દિવસની ઉજવણી કરવાનું પણ ભક્તો દ્વારા નકકી કરેલું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ