કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ આજે પણ નવા કેસ 3 લાખથી વધારે મામલા આવ્યા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 20 ટકાથી વધારે છે.
24 કલાકમાં 3.06 લાખ કેસ સામે આવ્યા
439 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો
24 કલાકમાં કોરોનાથી 2, 43, 495 સાજા થયા
24 કલાકમાં 3.06 લાખ કેસ સામે આવ્યા
ભારતમાં ગત 24 કલાકમાં 3.06 લાખ કેસ સામે આવ્યા છે. જો કે આ રવિવારની સરખામણીમાં 27 હજાર ઓછા છે. આની પહેલા રવિવારે કોરોનાના 3.33 લાખ કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 439 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો.
24 કલાકમાં કોરોનાથી 2, 43, 495 સાજા થયા
દેશમાં ગત 24 કલાકમાં કોરોનાથી 2, 43, 495 સાજા થયા છે. અત્યાર સુધી 3, 68, 04, 145 લોકોના સાજા થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં 22, 49, 335 એક્ટિવ કેસ છે. આ 5.69 ટકા રિકવરી રેટ 93.07 ટકા છે.
કર્ણાટકમાં ગત 24 કલાકમાં 50, 210 નવા કેસ મળ્યા
કર્ણાટકમાં ગત 24 કલાકમાં કોરોનાના 50, 210 નવા કેસ મળ્યા છે. આની પહેલા 5 મે 2021એ રાજ્યમાં 50, 112 મામલા મળ્યા હતા. રાજ્યમાં ગત 24 કલાકમાં 19 કોરોના સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 22, 842 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31,21,274 લોકો સાજા થયા છે. ગત એક્ટિવ કેસની સંખ્યા 357796 છે.
મહારાષ્ટ્રમાં 40 હજાર કેસ
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકની અંદર 40, 805 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 44 મોતની ખરાયી થઈ. રાજ્યમાં હવે એક્ટિવ કેસ 2, 93, 305 છે. આંકડા પર ધ્યાન કરીએ તો પુણે સિટીમાં 6284 કેસ, પીસીએમસીમાં 4085, નાગપુર નગર નિગમમાં 3477, મુંબઈમાં 2550 , નાસિક શહેરી વિસ્તારમાં 1644, નવી મુંબઈમાં 1166, અહમદનગરમાં 10236 અને સતારામાં 1069 કોરોના કેસ રવિવારે નોંધવામાં આવ્યા છે.