કોવિડ અપડેટ /
સચેત રહેજો.! ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ, વલસાડના એક દર્દીનું મોત, એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક
Team VTV07:55 PM, 26 Mar 23
| Updated: 07:58 PM, 26 Mar 23
રાજ્યમાં ફરી કોરોના ધીમે ધીમે વધી રહ્યો છે, આજે 24 કલાકમાં કોરોનાના 303 નવા દર્દીઓ ઉમેરાયા છે. આથી સાવચેતી રાખવી આવશ્યક છે
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો
છેલ્લા 24 કલાકમાં 303 કેસ નોંધાયા
કોરોનાના 134 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 303 પોઝીટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 120 કેસ નોંધાયા
અમદાવાદમાં 120 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 30, સુરતમાં 32 કેસ નોંધાયા છે તેમજ મોરબીમાં 17 અને રાજકોટમાં 44 કેસ નોંધાયા છે જ્યારે અમરેલીમાં 6 જામાનગરમાં 6 મહેસાણામાં 6 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 6 તેમજ કચ્છમાં 5 કેસ નોંધાયા છે બનાસકાંઠા અને પાટણ તેમજ વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે. વલસાડમાં કોરોનાથી એકનું મોત થયું છે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 26, 2023
5 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 312 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
134 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 303 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.00 ટકા નોંધાયો છે. તેમજ આજે 134 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1697 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 134 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 312 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઇઝરી
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.
DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1