અમેરિકાની ટીકટોક સ્ટારનું માથાના સતત દુખાવાને કારણે 30 વર્ષની ઉંમરે અવસાન થયું છે.
અમેરિકાની ટીકટોક સ્ટારનું 30 વર્ષમાં નિધન
છેલ્લા ઘણા સમયથી રહેતો હતો માથાનો દુખાવો
સતત માથાના દુખાવાને કારણે મોતનું ડોક્ટરોએ કહ્યું
માથાનો દુખાવાનો સામાન્ય બીમારી છે પરંતુ ક્યારેક તે મોતનું રુપ ધારણ કરી શકે છે માટે તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. આ વાતની સાબિતી પૂરતી એક ઘટનામાં સતત માથાના દુખાવાના કારણે એક મહિલા ટીકટોક સ્ટારનું મોત થયું છે.અમેરિકાના ન્યૂયોર્કની 30 વર્ષીય ટીકટોક સ્ટાર જેહાને થોમસનું સતત માથાના દુખાવાની ફરિયાદ બાદ અવસાન થયું છે. માથાના દુખાવાથી મોતની કદાચ આ દુનિયાની પહેલી ઘટના હોઈ શકે કારણ કે હજુ સુધી આવું કંઈ સાંભળવામાં આવ્યું નથી.
આંખનું ઓપરેશન કરાવ્યું પછી ઉપડ્યો માથાનો દુખાવો
મોતના થોડા સમય પહેલાની એક પોસ્ટમાં થોમસે લખ્યું હતું કે મને થોડા મહિના પહેલા ઓપ્ટિક ન્યુરાઇટિસનું નિદાન થયું હતું, જ્યારે મને કહેવામાં આવ્યું હતું કે મારા આધાશીશી તાણ સંબંધિત છે.આ માટે તેણે સર્જરી પણ કરાવી હતી અને તેને માટે એક અઠવાડીયું હોસ્પિટલમાં પણ રોકાઈ હતી. પરંતુ આખરે તેને ફરી વાર માથાનો દુખાવો ઉપડ્યો હતો જેણે આખરે તેનો ભોગ લીધો.
માથાના દુખાવાને કારણે મોતની પહેલી ઘટના
દુનિયામાં હાલમાં માથાના દુખાવાને કારણે કોઈનું મોત થયું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી પરંતુ પહેલી વાર આવી ઘટના બની છે જે ચેતવણીરુપ છે અને જેમને માથાનો સતત દુખાવો થતો હોય તેમણે ખાસ સાવધાની રાખવાની જરુર છે. નિષ્ણાંતોના જણાવ્યુનાસર સતત રહેતો માથાનો દુખાવો પણ જોખમી બની શકે છે માટે તેની વેળાસર સારવાર કરાવવી જરુરી છે.