બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / 30 students arrested in case of junior clerk exam paper leak

કાર્યવાહી / પેપર ફોડનારા સાથે લેનારા પણ ગયા.! જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે 30 વિદ્યાર્થીની ધરપકડ, જુઓ નામ સહિત લિસ્ટ

Dinesh

Last Updated: 05:24 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે 30 વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા 30 આરોપીઓમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

  • જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSને મોટી સફળતા
  • જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે 30 વિદ્યાર્થી ઝડપ્યા
  • ATSએ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા

09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે 30 વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ATSએ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા 30 આરોપીઓમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા વિદ્યાર્થીઓ જુદા જુદા વિસ્તારમાં પરીક્ષા આપવાના હતા. ATSએ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અરવલ્લી, જૂનાગઢ, ખેડા મહેસાણા, મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. વિદ્યાર્થીઓએ 10થી 15 લાખ સુધીમાં પેપર ખરીદ્યા હતા. ATSએ તમામ આરોપીઓ વિશે જાણકારી આપી છે. 

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ATSએ કહ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓને બોલાવીને પેપર સોલ્વ કરાવવામાં આવ્યું હતું. ભાસ્કર ચૌધરી સાથે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને સિક્યુરીટી પેટે ચેક આપવામાં આપ્યા હતા. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને બોલાવીને પેપર સોલ્વ કરાવવામાં આવ્યા હતા. ભાસ્કર ચૌધરીએ એજન્ટો મારફતે યુવાનોએ સંપર્ક કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે ATS પસંદગી મંડળને જાણ કરશે.

જુનિયર કલાર્ક આરોપી પરીક્ષાર્થીઓના નામ અને જિલ્લો 
નિમેષ કોલચા - છોટાઉદેપુર
ધ્રુવકુમાર પટેલ - છોટાઉદેપુર
વિજયભાઈ રાઠવા - છોટાઉદેપુર
ત્રિકમભાઈ રાઠવા -   છોટા ઉદેપુર
સુનીલ કુમાર રાઠવા - છોટા ઉદેપુર
હાર્દિક કુમાર બારિયા - છોટા ઉદેપુર
દેવેન્દ્રસિંહ રાઠવા - છોટા ઉદેપુર
અરવિંદભાઈ ભોહા - દાહોદ
ચેતનભાઈ ત્રિવેદી - દાહોદ
ભાવેશ બારીયા - દાહોદ
રાકેશકુમાર ડામોર - દાહોદ
લક્ષ્મણભાઈ હઠીલા -દાહોદ
અર્જુનસિંહ ચૌહાણ - મહેસાણા
જયદીપ ચૌધરી - ગાંધીનગર
હરીઓમ દેસાઈ - સાબરકાંઠા
વિપુલ કનુભાઈ દેસાઈ   - સાબરકાંઠા
સંજયભાઈ સંગાડા - દાહોદ
રોહીતભાઈ વગીલા - દાહોદ
આકાશ અરવિંદભાઈ પટેલ - અરવલ્લી
ઉત્સવ નિતીનભાઈ પટેલ - અરવલ્લી 
આકાશ જસુભાઈ પટેલ - અરવલ્લી
સ્મીત સુરેશભાઈ પ્રજાપતિ - ખેડા
જીગર પીઠાભાઈ રામ - જૂનાગઢ 
નિશા પટેલ - મહેસાણા
દિપક્ષિકાબેન પટેલ - અરવલ્લી 
નીધી જનકભાઈ પટેલ - સાબરકાંઠા
મિત્તલબેન પટેલ - મહીસાગર 
લક્ષ્મીબેન રાઠોડ - દાહોદ
પ્રિયંકા બારીયા - છોટા ઉદેપુર
રીનાબેન બારીયા - દાહોદ 

29 જાન્યુઆરીએ મોકુફ રખાઈ હતી પરીક્ષા 
અત્રે ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી હતી. પેપર મોકૂફ રખાતા 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. પરલીક કાંડ બાદ આમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા ATS એક્શનમાં આવી હતી. એટીએસ કામે લાગી હતી અને ધરપકડનો દોર શરુ કરી દેવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ