3.0 magnitude earthquake shakes Kutch, magnitude 3.0 on the Richter scale
ભૂકંપ /
કચ્છમાં ફરી સામાન્ય ભૂકંપનો આંચકો,રિક્ટર સ્કેલ પર 3.0 ની તીવ્રતા નોંધાઇ, જાણો કેન્દ્ર બિંદુ
Team VTV08:08 AM, 13 Jan 22
| Updated: 08:08 AM, 13 Jan 22
કચ્છમાં બધુવાર બાદ ગુરુવારે વહેલી સવારે ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આજે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0ની નોંધાઈ હતી.
કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
વહેલી સવારે 5:43 વાગે અનુભવાયો ભૂકંપનો આંચકો
રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ
દૂધઈની આસપાસના વિસ્તારમાં નોંધાયું કેન્દ્રબિંદુ
ભૂકંપનું કેન્દ્ર બિંદુ દૂધઈની આસપાસના વિસ્તારો પાસે નોંધાયું હતું.
કચ્છમાં બુધવારે બાદ ગુરુવાર વહેલી સવારે ફરી એક વાર રિકટર સ્કેલ પર 3.0ની તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દૂધઈની આસપાસના વિસ્તારોમાં નોધાયું હતું.
બુધવારે પણ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, બુધવારે પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 નોધાઈ હતી. તેમજ તેનું કેન્દ્રબિંદુ કચ્છથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ દિલ્હી-NCRમાં ભૂકંપના વારંવાર ઝટકા અનુભવાઈ રહ્યા છે.
ભૂકંપ આવે તો શું કરવું?
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
-ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.