સમર્થન / ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા 30 પૂર્વ ખેલાડી, સરકારને પરત કરશે એવોર્ડ

30 former players support of farmers protest ready to return their awards

નવા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા પર છે. ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાને તાત્કાલીક રદ્દ કરે. ખેડૂતોના આ આંદોલનમાં હવે સમાજના વિભિન્ન વર્ગોની સાથે પદ્મશ્રી અને અર્જૂન એવોર્ડી સહિત પૂર્વ ખેલાડીઓ પણ જોડાયા છે. આ પૂર્વ ખેલાડીઓએ સરકારને પોતાના પદક પરત કરવાનું એલાન કર્યું છે. આ ખેલાડીઓનું કહેવું છે કે ખેડૂતો પર બળ પ્રયોગ કરવો યોગ્ય નથી અને તેઓ તેનો વિરોધ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ