3 students stole iron from construction site to celebrate birthday in rajkot
ક્રાઇમ /
રાજકોટમાં સ્કૉર્પિયોમાં બેસી ચોરી કરવા નીકળ્યા પૈસાદાર પરિવારના દીકરા, કારણ જાણી પોલીસ ચોંકી
Team VTV11:14 AM, 28 Jun 22
| Updated: 04:30 PM, 28 Jun 22
રાજકોટમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ સામાન્ય બાબતે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
પૈસાદાર માં-બાપના નબીરાઓ ચડ્યા ચોરીના રવાડે
હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા ઝડપાયા
રાજકોટમાં સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. પૈસાદાર માં-બાપના નબીરાઓ ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. નબીરાઓ બર્થ-ડે પાર્ટી મનાવવા ચોરીના રવાડે ચડ્યા છે. હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા ઝડપાયા છે. આ મામલે પોલીસે SNK અને ધોળકિયા સ્કૂલના 3 વિદ્યાર્થીઓને પણ ઝડપી પાડ્યા છે.
બર્થ ડે પાર્ટી ઉજજવા આ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા
મોંઘા રિસોર્ટમાં બર્થ ડે પાર્ટી ઉજજવા માટે આ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. નવી બનતી સાઇટમાંથી 150 કિલો લોખંડની રિંગની તેઓ ચોરી કરે છે. આ વિદ્યાર્થીઓએ અગાઉ પણ 100 કિલો લોખંડની ચોરી કર્યાની કબૂલાત કરી છે. કારચાલક વિદ્યાર્થીએ ધો.12માં 65 ટકા ગુણ મેળવ્યા હતા. I-20 અને સ્કોર્પિયોમાં કુલ 150 કિલો લોખંડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું. તમને જણાવી દઇએ કે, બિલ્ડરની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની જો વિગતે વાત કરીએ તો, શહેરના રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી લોખંડના સામાનની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે અંગે પોલીસે અલગ-અલગ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા ચોરી કરનારને ઝડપવામાં પોલીસને સફળતા હાથ લાગી. પરંતુ તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે આ ચોરી કોઈ રીઢા ચોરે નહીં પરંતુ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા સગીર વયના ત્રણ વિદ્યાર્થીઓએ કરી હોવાનું સામે આવ્યું છે.
મિત્રનો જન્મદિવસ ઉજવવા અંદાજિત 150 કિલો જેટલાં ભંગારની ચોરી કરી
મહત્વનું છે કે, ધરપકડ બાદ જ્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ત્રણેય મિત્રો હોવાનું સામે આવ્યું. તેમજ આગામી સમયમાં ત્રણ પૈકી એક મિત્રનો બર્થ-ડે હોવાનું સામે આવ્યું છે. આથી મિત્રનો જન્મદિવસ ઉજવવા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મોંઘેરા ક્લબમાં બર્થ-ડે ઉજવવા માટે પરિવાર પાસેથી પૈસા લઇ શકે તેમ ન હોવાથી તેઓએ ચોરીનો પ્લાન બનાવી અંદાજિત 150 કિલો જેટલાં ભંગારની ચોરી કરી હતી.