બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : એરફોર્સનો શો જોવા આવેલા 3 લોકોના દર્દનાક મોત, 200 હોસ્પિટલમાં દાખલ, શું બન્યું?

ચેન્નઈ / VIDEO : એરફોર્સનો શો જોવા આવેલા 3 લોકોના દર્દનાક મોત, 200 હોસ્પિટલમાં દાખલ, શું બન્યું?

Last Updated: 09:58 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડની રાજધાની ચેન્નઈમાં ઈન્ડીયન એરફોર્સના એરશોમાં 3 દર્શકોના મોત થયાં હતા.

ચેન્નઈમાં ઈન્ડીયન એરફોર્સના શોમાં 3 દર્શકોના મોત થયાં હતા. 92મા સ્થાપના દિવસના અવસરે ચેન્નઈના મરીના બીચ પર ઈન્ડીયન એરફોર્સ દ્વારા એક ખાસ એરશોનું આયોજન કરવામાં આવ્યું હતું.

200થી વધુ હોસ્પિટલમાં દાખલ

એરશોમાં એટલી મોટી ભીડ જામી કે શ્વાસની ગૂંગળામણ થઈ હતી જેને કારણે 3 લોકોના મોત થયાં હોવાનું જણાવાઈ રહ્યું છે. 3 ના મોતની ઉપરાંત 200 લોકો ઘાયલ થયાં છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.

સવારના 11 વાગ્યાથી જ દર્શકોનો જમાવડો

દરિયા કિનારે આયોજિત એર શોમાં ફાઈટર પ્લેનના રોમાંચક પ્રદર્શનને જોવા માટે સવારના 11 વાગ્યાથી જ દર્શકો ભેગા થવા લાગ્યા હતા. તડકાથી બચવા માટે ઘણા લોકોએ હાથમાં છત્રીઓ પકડી રાખી હતી. પ્રદર્શનની શરૂઆત ભારતીય વાયુસેનાના સ્પેશિયલ ગરુડ ફોર્સના કમાન્ડો દ્વારા મોક બંધક બચાવ કામગીરીમાં સાહસિક કૌશલ્યના પ્રદર્શન સાથે કરવામાં આવી હતી.

એરશોમાં 72 વિમાનોએ ભાગ લીધો

આ એરશોમાં 72 વિમાનોએ ભાગ લીધો હતો જેને 'લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધવામાં આવશે. સુપરસોનિક ફાઈટર પ્લેન રાફેલ સહિત લગભગ 50 ફાઈટર પ્લેન એકસાથે આકાશમાં વિવિધ રંગોની ચમક ફેલાવી હતી. ડાકોટા અને હાર્વર્ડ, તેજસ, SU-30 અને સારંગે પણ એરિયલ સલામીમાં ભાગ લીધો હતો. સુખોઈ Su-30 એ પણ પોતાની યુક્તિઓ દેખાડી હતી.

વધુ વાંચો : 'ખુબસુરત પોલીસવાળીએ' લગાવ્યાં 'અશ્લિલ ઠૂમકા'! જોતાં જ રહી જવાય તેવો વીડિયો

15 લાખથી વધુ લોકોએ જોયો એરશો

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 15 લાખથી વધુ લોકોએ દેશના વાયુ યોદ્ધાઓ દ્વારા રંગબેરંગી અને અદભૂત પ્રદર્શન જોયું, જેમાં તેમના 72 થી વધુ વિમાનોનો સમાવેશ થાય છે. 21 વર્ષ પછી ફરીથી અહીં શો યોજાયો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો એર શો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chennai airshow death Chennai Air Force airshow Chennai Air Force airshow death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ