બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 persons died in an accident near Anand Tarapur
Malay
Last Updated: 10:21 AM, 9 November 2022
ADVERTISEMENT
રાજ્યમાં હજુ પણ અકસ્માતો અટકવાનું નામ નથી લઇ રહ્યા. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માતની ઘટના આણંદના તારાપુર પાસેથી સામે આવી છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતમોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તમામ મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
5 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
આ દુર્ઘટનામાં ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
તારાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં તારાપુર પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જોકે, અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.