બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેદારનાથમાં દુર્ઘટના, પહાડી ચટ્ટાનો તૂટી પડતાં 3થી વધુ લોકોના મોત, ઘણા ઘાયલ

દુ:ખદ / કેદારનાથમાં દુર્ઘટના, પહાડી ચટ્ટાનો તૂટી પડતાં 3થી વધુ લોકોના મોત, ઘણા ઘાયલ

Last Updated: 10:26 AM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedarnath Disaster Latest News : ગૌરીકુંડ પાસેના પહાડો પરથી ભૂસ્ખલન થયું અને મોટા પથ્થરો પડવા લાગ્યા, પથ્થરો પડતાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયાં હતાં જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

Kedarnath Disaster : દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગૌરીકુંડ પાસેના પહાડો પરથી ભૂસ્ખલન થયું અને મોટા પથ્થરો પડવા લાગ્યા હતા. આ તરફ પથ્થરો પડતાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયાં હતાં જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વરસાદના કારણે લેન્ડ સ્લાઈડને કારણે થયો હતો.

આ ઘટનાની માહિતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે 7.30 વાગ્યે મળી હતી જેના કારણે અધિકારીઓને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. આ મામલામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, પહાડી પરથી કાટમાળ અને મોટા પથ્થરો પડ્યા છે જેના કારણે અનેક યાત્રાળુઓ કાટમાળ નીચે ફસાયા છે.

વધુ વાંચો : ટામેટાએ રાતા પાણીએ રોવડાવ્યાં ! ભાવ પહોંચ્યાં 100ને પાર, શાકભાજીમાં લાગી આગ

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ચિરબાસા નજીક ટેકરી પરથી અચાનક જ મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડી ગયા. આ દરમિયાન યાત્રા પર જઈ રહેલા 6 યાત્રીઓને ઈજા થઈ હતી. ઘણા મુસાફરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gaurikund Tragedy Kedarnath Kedarnath Disaster
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ