બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 patients of Omicron under treatment in Jamnagar, Doctors say the new variant is more contagious but not fatal

જામનગર / ગુજરાતના પ્રથમ ઓમિક્રોન દર્દીનો રિપોર્ટ 14 દિવસ બાદ પણ નેગેટિવ ન આવ્યો, સારવાર કરનાર ડૉક્ટરે આપ્યું 'પોઝિટિવ' નિવેદન

Hiren

Last Updated: 08:40 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નસરાની સિઝનમાં લોકો માસ્ક અને સોશિયલ અંતર ભૂ્લ્યા, ડોક્ટરોએ કહ્યું સાચવવાની જરૂર નવો વેરિયન્ટ વધુ ચેપી છે પણ ઘાતક નથી

  • જામનગરમાં ઓમિક્રોનના 3 દર્દી સારવાર હેઠળ
  • દર્દીઓનો રિપોર્ટ નથી આવ્યો નેગેટિવ
  • ત્રણેય દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં ઓમિક્રોનના ત્રણ કેસો માત્ર જામનગરમાં આવ્યા હતા. આ ત્રણેય દર્દીઓ હાલ જામનગરની સર ટી ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ ત્રણેય દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ત્રણેય દર્દીઓનો ઓમિક્રોન રિપોર્ટ હજુ સુધી નેગેટિવ આવ્યો નથી. સરકારની ગાઇડલાઇન પ્રમાણે 24 કલાકમાં 2 રિપોર્ટ નેગેટિવ આવશે તો રજા આપવામાં આવશે

નવો વેરિયન્ટ વધુ ચેપી છે પણ ઘાતક નથી: S S ચેટરજી, નોડલ અધિકારી, જામનગર
રાજ્યમાં એક માત્ર જામનગરમાં કોરોના મહામારીના ઓમિક્રોન  વેરિયન્ટના ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સતત 14માં દિવસે પણ રાજ્યના પ્રથમ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. ઓમિકરોન દર્દીઓના લક્ષણ અને સારવાર તેમજ લાંબા સમયની સારવાર બાદ દર્દીઓની હાલની સ્થિત અંગે જામનગર જીજી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી એસ એસ ચેટરજીએ વિટીવી સાથે ખાસ વાતચીત કરી. નવો વેરિયન્ટ વધુ ચેપી છે પણ ઘાતક નથી તેમજ આ વેરિયન્ટ સામે માત્ર કેર લેવાની જરૂર છે. ભય પામ્યા વિના કોરોનાની ગાઈડ લાઇન મુજબ વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે.

લગ્ન સિઝનના કારણે કોરોના વધ્યો 
જામનગરમાં કોરોનાના કેસોમાં પણ વધારો નોઁધાઇ રહ્યો છે. આ મામલે જામનગરના નોડલ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. લગ્નના કારણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લગ્નમાં લોકો બેદરકારી દાખવી રહ્યા હોવાને કારણે કેસો વધ્યાં છે. લોકો લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો કોવિડના કેસો અટકાવી શકાશે. 

દેશમાં ઓમિક્રૉનના કેસ 20 ટકા વધ્યા 
નોંધનીય છે કે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે ઓમિક્રૉનનાં ભારતમા કુલ 40 કેસ હતા જે મંગળવાર સુધી વધીને 49 થઈ ગયા છે. રાજસ્થાન અને દિલ્હી બંને રાજ્યોમાં 4 4 કેસ નવા સામે આવ્યા છે. 

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

  • થાક લાગવો (Fatigue)
  • શરીરમાં દુઃખાવો   (Body aches & Pains)
  • માથામાં ખુબ જ દુખાવો (Severe Headache)
  • સ્વાદ અને ગંધ આવે ન પણ આવે   (Loss of Smell/Taste)
  • ખૂબ વધારે તાવ   (Severe Temperature)

સંકળાયેલા મુદ્દાઓ

Omicron patient Treatment doctors jamnagar ઓમિક્રોન દર્દી કોરોના રિપોર્ટ જામનગર ડૉક્ટર Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ