બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો, ડોપ ટેસ્ટમાં MPના 3 એથલીટ થયા ફેલ

BIG NEWS / પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો, ડોપ ટેસ્ટમાં MPના 3 એથલીટ થયા ફેલ

Last Updated: 11:37 AM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paris Paralympics 2024 Latest News : પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024) ની શરૂઆત પહેલા મધ્યપ્રદેશને મોટો ઝટકો, ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા

Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) ફ્રાન્સના પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. આ ગેમ્સ વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ માટે છે. પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા મધ્યપ્રદેશને મોટો ઝટકો લાગ્યો છે.

વાસ્તવમાં નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પેરિસ પેરાલિમ્પિક્સ ( (Paris Paralympics 2024) માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા એથ્લેટ્સમાં પેરા કેનો પ્લેયર રજની ઝા, એકેડેમીની સ્ટાર એથ્લેટ શાલિની અને અન્ય પેરા કેનો પ્લેયર ગજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. નાડાના રિપોર્ટમાં આ ખેલાડીઓના ડોપિંગના મામલા સામે આવ્યા છે.

મધ્યપ્રદેશના ત્રણ દિગ્ગજ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયા

પેરિસ પેરાલિમ્પિક (Paris Paralympics 2024) પહેલા મધ્યપ્રદેશ માટે આ મોટો ફટકો છે. ડોપ ટેસ્ટમાં ફેલ થયેલી 22 વર્ષની શાલિનીએ રાંચીમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશની છે. શાલિનીને મેટાન્ડીએનોન મેટાબોલાઇટ માટે પોઝીટીવ આવ્યો હતો. તે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત પદાર્થ છે.

વધુ વાંચો : મેડલ જીતનાર એથલીટ કેમ તેને દાંતથી ભરે છે બચકું ?

પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024) માં ક્વોલિફાય કરનાર 34 વર્ષીય રજની ઝા અને એશિયન ગેમ્સમાં પેરા કેનોઇ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગજેન્દ્ર સિંહ પણ તેમાં સામેલ છે. રજનીએ મિથાઈલ ટેસ્ટોસ્ટેરોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે ગજેન્દ્ર સિંહ નોરેન્ડ્રોસ્ટેરોન માટે પોઝિટિવ આવ્યા છે. બંને પ્રતિબંધિત પદાર્થો છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય ખેલાડીઓને તેમના સ્પોર્ટ્સ એસોસિએશને સસ્પેન્ડ કરી દીધા છે. રમતવીરના સંબંધીઓનું કહેવું છે કે, તેઓ પ્રતિબંધ સામે અપીલ કરશે. મધ્યપ્રદેશ વિભાગના અધિકારીઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paris Paralympics Paris Paralympics 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ