વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઑક્ટોબરથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જર્સીમાંમોટો ફેરફાર કરવામાં આવ્યો છે. Adidasએ વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી હતી.
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલાં આવ્યું થીમ સૉન્ગ
થીમ સૉન્ગ સાથે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પણ દેખાયો ન્યૂ લૂક
જર્સી બનાવતી બ્રાન્ડ એડિડાસે વીડિયો કર્યો પોસ્ટ
વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવામાં હવે વધુ સમય નથી રહ્યો. 5 ઑક્ટોબરથી શરૂ થનારી આ ટૂર્નામેંટથી પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીની તસવીર પણ સામે આવી ગઈ છે. બ્લૂ રંગની આ જર્સીમાં ફેરફાર કરીને એડિડાસે ટીમ ઈન્ડિયા માટેની એક એંથમ લૉન્ચ કરી છે. જેમાં વિરાટ-રોહિત સહિત અન્ય ખેલાડીઓ પણ દેખાઈ રહ્યાં છે. જુઓ વીડિયો.
તિરંગાનાં 3 રંગોનો ઉપયોગ
ટીમ ઈન્ડિયાની નવી જર્સીનાં ખભ્ભા પર લાગેલ 3 લાઈન સફેદ રંગની નથી. તેમાં તિરંગાનાં કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેલાડીઓનાં ચેસ્ટ પર ડ્રીમ 11 લખેલું હોય છે પરંતુ ICC ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની ચેસ્ટ પર INDIA પણ લખેલું હશે. સત્તાવાર રીતે ટીમ ઈન્ડિયાની જર્સી 20 સપ્ટેમ્બરનાં રાત્રે 8 વાગ્યે લૉન્ચ થશે.
થીમ સૉન્ગનાં ગાયક રેપર રફ્તાર
ટીમ ઈન્ડિયા 2 વખત વર્લ્ડ કપ જીતી ચૂકી છે. 1983 બાદ ટીમ ઈન્ડિયાએ 2011માં વર્લ્ડ કપ જીત્યું હતું. હવે ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તૈયારીમાં છે. એડિડાસે પોસ્ટ કરેલ વીડિયોમાં પણ આ જ થીમ જોવા મળી રહી છે. આ થીમ સૉન્ગને રેપર રફતારે ગાયું છે. થીમ સૉન્ગની ટેગ લાઈન '3 કા ડ્રીમ' રાખવામાં આવી છે. એટલે કે ત્રીજી વખત જીતનું સપનું ટીમ ઈન્ડિયા જોઈ રહી છે.