ફિલ્મ '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન 'દુબે જી'ની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાલ અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
અભિનેતા અખિલ મિશ્રાએ દુનિયાને અલવિદા કહી દીધું છે
ફિલ્મ '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન 'દુબે જી'ની ભૂમિકા ભજવી હતી
અખિલ મિશ્રાએ અભિનેત્રી સુઝેન બર્નેટ સાથે બીજા લગ્ન કર્યા હતા
સિનેજગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અખિલ મિશ્રાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર એમનો પગ લપસ્યો અને રસોડામાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. અખિલ મિશ્રાએ તેમની સિનેમેટિક કારકિર્દીમાં ઘણા પાત્રોને જીવન આપ્યું હતું, જ્યારે ફિલ્મ '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન 'દુબે જી'ની ભૂમિકાને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
Actor Akhil Mishra, who many remember as librarian Dubey in the film 3 Idiots has reportedly passed away after an accidental fall from a high rise building while working. Police report awaited. He was 58. pic.twitter.com/ocSHRTNxMZ
ફિલ્મ '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન 'દુબે જી'ની ભૂમિકા ભજવી હતી
અહેવાલ મુજબ અખિલ મિશ્રાની પત્ની સુઝેન હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમાચાર મળ્યા પછી તે તરત જ મુંબઈ પાછી ફરી હતી. રિપોર્ટ અનુસાર, અખિલ રસોડામાં કામ કરી રહ્યા હતા હતો અને લપસીને પડી ગયા. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
સુઝેન બર્નેટ સાથે બીજા લગ્ન કર્યા હતા
અખિલની પત્ની સુઝેન બર્નેટ પણ અભિનેત્રી છે. અખિલની પહેલી પત્નીનું નામ મંજુ મિશ્રા હતું. 1983માં લગ્ન બાદ બંનેએ 1997માં છૂટાછેડા લીધા હતા. મંજુથી અલગ થયા બાદ સુઝેન અખિલના જીવનમાં આવી. અખિલે 2009માં સુઝેન બર્નેટ સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા.
As per reports on ETimes, actor #AkhilMishra, best known for his roles in films like #3Idiots, passed away at 58. The actor reportedly slipped in the kitchen.
જ્યારે પત્ની માટે તેની કારકિર્દી પર બ્રેક લગાવી હતી
અખિલ એક અભિનય કોચ પણ હતો. એક સમયે તેણે તેની જર્મન પત્ની સુઝાન બર્નેટને શુદ્ધ હિન્દી શીખવવા માટે તેની કારકિર્દીને રોકી દીધી હતી. આ વાતનો ખુલાસો સુઝેને એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે કેવી રીતે ટીવી શો ચક્રવર્તી અશોક સમ્રાટ કરતી વખતે ફ્લુઅન્સીને લઈને સમસ્યા આવી હતી. પછી તેના પતિ અખિલે તેનો બધો સમય તેના માટે કાઢ્યો. પોતાની કારકિર્દી પર બ્રેક લગાવીને તે દરરોજ સુઝેનને હિન્દી શીખવતા હતા.
પતિ-પત્નીએ સાથે મળીને પ્રોજેક્ટ પણ કર્યા હતા. તેણે ફિલ્મ કર્મ, ટીવી શો 'મેરા દિલ દિવાના', શોર્ટ ફિલ્મ 'મજનૂ કી જુલિયટ'માં સ્ટેજ શેર કર્યું હતું. સુઝેન ઘણી ભાષાઓમાં ફિલ્મો અને શોમાં કામ કરે છે. તે કસૌટી ઝિંદગી કી, સાવધાન ઈન્ડિયા, એક હજારો મેં મેરી બેહના હૈ, ચક્રવર્તી અશોક સમ્રાટ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સિરિયલોમાં જોવા મળી છે.