સુરત: એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો હોબાળો

By : admin 02:50 PM, 16 April 2018 | Updated : 02:50 PM, 16 April 2018
સુરતઃ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ મોડી થતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારની 7 વાગ્યાની ફ્લાઈટ 3 કલાક મોડી પડતાં યાત્રાળુઓએ અંતે પોતાની ધીરજ ગુમાવી દીધી હતી. એર ઇન્ડીયાની સુરત-દિલ્હી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા બોર્ડ થયેલાં પેસેન્જરોને ફ્લાઈટમાં 2 કલાક બેસાડી રાખવામાં આવ્યાં હતાં.

કોઈ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા ન કરતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓએ અન્ય ફ્લાઈટની વ્યવસ્થાને બદલે પૈસા પરત આપવાનું જણાવતાં મામલો બિચક્યો હતો અને 150 જેટલાં પેસેન્જરો સુરત એરપોર્ટ પર અટવાઇ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે જ્યારે સવારની 7 વાગ્યાની ફ્લાઇટ 3 કલાક મોડી પડી ત્યારે પેસેન્જરોએ એરપોર્ટ પર રહેલા મેનેજમેન્ટ સાથે માથાકૂટ કરી હતી તેમજ તેઓની બેદરકારીને લઇને પેસેન્જરોએ તેમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યાં હતાં અને તેઓને પોતાનાં મેનેજમેન્ટની બેદરકારી અંગે પણ વાકેફ કર્યા હતાં. જો કે આ ફ્લાઇટ મોડી પડવા પાછળનું કારણ ટેક્નિકલ ખામી જણાવાઇ રહી છે.Recent Story

Popular Story